રોહિતે એમ.એસ.ધોનીનો પણ રેકોર્ડ ‘બ્રેક’ કર્યો :

રોહિતે સર્જયો ઇતિહાસ : ટી-20નો ભારતનો સૌથી સફળ કેપ્ટન બન્યો
રોહિતે સર્જયો ઇતિહાસ : ટી-20નો ભારતનો સૌથી સફળ કેપ્ટન બન્યો

રોહિતે સર્જયો ઇતિહાસ : ટી-20નો ભારતનો સૌથી સફળ કેપ્ટન બન્યો

ગઇકાલે આર્યલેન્ડ સામે શાનદાર જીત સાથે ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટી-20 વર્લ્ડ કપમાં અનેક રેકોર્ડ તેના નામે કર્યા હતા. ખાસ કરીને નવા બનેલા મેદાન ઉપર ફિકટી કરનાર પ્રથમ ખેલાડી રોહિત બન્યો હતો. તેઓએ 37 બોલમાં 3 છગ્ગા સાથે પર રન બનાવ્યા હતા. આ ઉપરાંત આ મેચ દરમ્યાન રોહિતે એક ઐતિહાસિક રેકોર્ડ પણ તેના નામે કર્યો હતો.

હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 600 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટર બની ગયો છે. 427 મેચોમાં આ સિધ્ધિ તેણે હાંસલ કરી છે. બીજા નંબરે 483 મેચોમાં 553 છગ્ગા સાથે ક્રિસ ગેઇલ છે.

આ સાથે આ મેચમાં રોહિત ટી-20માં 4 હજાર રનનો આંકડો પણ પાર કર્યો હતો. વિરાટ કોહલી બાદ ત્રણે ફોરમેટમાં 4 હજારથી વધુ રન બનાવનાર તે બીજો બેટસમેન બની ગયો છે. આ ઉપરાંત રોહિત ટી-20માં હવે ભારતનો સૌથી સફળ કેપ્ટન પણ બની ગયો હતો. તેણે ધોનીને પાછળ છોડી દીધો હતો. ધોનીએ 73 મેચોમાં 41 જીત હાંસલ કરી હતી. જયારે રોહિતે 55 ટી-20માં 4ર જીત હાંસલ કરી ધોનીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.