‘રસરંગ’ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ : સૌરાષ્ટ્રના પાંચ દિવસ લોકોમાં છવાયો ફેસ્ટીવલ મૂડ

‘રસરંગ’ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ : સૌરાષ્ટ્રના પાંચ દિવસ લોકોમાં છવાયો ફેસ્ટીવલ મૂડ
‘રસરંગ’ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ : સૌરાષ્ટ્રના પાંચ દિવસ લોકોમાં છવાયો ફેસ્ટીવલ મૂડ
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જીલ્લા વહીવટી તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક આપતા રસરંગ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

લોકમેળાનું ઉદઘાટન રાજયના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું. કામણગારા કાનુડાના જન્મોત્સવની વધાવવા માટે થનગનાટ શહેરમાં છવાયેલ છે. જેમાં આજથી ગાતીગળ લોકમેળાનો પ્રારંભ થતા જ લોકો ફેસ્ટીવલ મુડમાં આવી જવા પામેલ છે.તેની સાથે જ મોજ મસ્તીનો માહોલ છવાઈ જવા પામેલ છે. લોકમેળામાં વિવિધ 96 અવનવી રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. તેની સાથોસાથ રમકડાના 178 અને ખાણીપીણીના 37 સ્ટોલ રાખવામાં આવેલ છે. લોકમેળામાં પાંચ દિવસ દરમ્યાન લોકોને સાંસ્કૃતિક મનોરંજન પુરૂ પાડવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 3 ડીસીપી, 10 એસીપી, 28 પીઆઈ, 81 પીએસઆઈ, 1067 પોલીસ જવાનો, 77 એસઆરપી સહિત 1266 જેટલા જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત 100 ખાનગી સિકયુરીટી ગાર્ડની ફરજ લેવામાં આવી છે. લોકોની સુરક્ષા માટે 18 હોર્સપાવર ઉપર સીસી ટીવી કેમેરાથી ખાસ વોચ રાખવામાં આવી છે. લોકમેળાનો વહીવટી તંત્ર દ્વારા 4 કરોડનો વીમો લેવામાં આવેલ છે.

લોકમેળામાં આવનાર પ્રજા માટે વિવિધ 17 સ્થાનો પર ફ્રી પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકમેળા સમિતિ દ્વારા પ્રાદેશિક માહિતી કચેરીને ખાસ પ્રદર્શન સ્ટોલ ફાળવવામાં આવેલ છે. જેમાં રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ લોકમેળામાં 17 જેટલી વિવિધ સંસ્થાઓને સમાજ ઉપયોગી માર્ગદર્શન માટે વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. લોકમેળાનો પાંચ દિવસ દરમ્યાન સમય સવારના 10 કલાકથી પ્રારંભ થશે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે શાળા કોલેજોમાં આજથી જન્માષ્ટમીની રજા પડી જવા પામી છે. દરમ્યાન આજે સાંજથી જ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આ ભાતીગળ લોકમેળો ખુલ્લો મુકાતા માનવ મહેરામણ રેસકોર્ષમાં ઉમટી રહેલ છે. પાંચ દિવસ દરમ્યાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો આ લોકમેળાનો લાભ લેશે.

Read Saurashtra Kranti E-Paper here

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમના નંબર જાહેર

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ’રસરંગ લોકમેળા’ સંદર્ભે કંટ્રોલ રૂમના ફોન નંબર જાહેર કરાયેલ છે. જે મુજબ લોકમેળા સમિતિ (ફનવર્ડ ગેઈટ પાસે)ના ફોન નંબર 9484857161, 0281-2994602, પોલીસ કંટ્રોલ (ફનવર્ડ ગેઈટ પાસે)ના ફોન નંબર 9484857156, 0281-2994603, રાજકોટ મહાનગરપાલિકા (હેડ ક્વાર્ટર ગેઈટ પાસે) ના ફોન નંબર 9484837389, 0281-2994604, પી.જી.વી.સી.એલ. ઇલેક્ટ્રિકના ફોન નંબર 9484837387, 0281-2996405 પર સંપર્ક સાધવાનો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here