મેકડોનાલ્ડ બાદ ‘બર્ગર કિંગે’ ટમેટાનો ઉપયોગ બંધ કર્યો

મેકડોનાલ્ડ બાદ ‘બર્ગર કિંગે’ ટમેટાનો ઉપયોગ બંધ કર્યો
મેકડોનાલ્ડ બાદ ‘બર્ગર કિંગે’ ટમેટાનો ઉપયોગ બંધ કર્યો
મોંઘવારીને જોતા ઘણી કંપનીઓએ પોતાના ફૂડ મેનુમાંથી ટામેટાને બાકાત કરી નાંખ્યા હતા. ત્યારે બર્ગર પણ હવે ટામેટાં વગર ખાવાનો સમય આવી રહ્યો છે. કોઇ બર્ગરને ટામેટાં વગર ખાવાનો વિચાર પણ ના કરી શકે ત્યારે મેકડોનાલ્ડ્સ અને સબવે બાદ હવે દિગ્ગજ કંપની બર્ગર કિંગે પણ ટામેટાંના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

બર્ગર કિંગે ટામેટાંની વધતી કિંમતોને કારણે ફૂડ મેનુમાંથી ટામેટાને બાકાત રાખવાનો નિર્ણય કર્યો છે.મળતી માહિતી પ્રમાણે આ નિર્ણય ભારતમાં સ્થિત દરેક આઉટલેટ પર લાગુ કરવામાં આવી રહ્યો છે. આ પછી, કંપનીએ ઘણા આઉટલેટ્સ પર નોટિસ ચોંટાડીને ગ્રાહકોને આ વિશે જાણ કરી છે.બર્ગર કિંગે પોતાના આઉટલેટ્સની બહાર એક નોટીસ લગાવી છે આ નોટીસમાં લખાણ છે કે, “ટમાટરોને પણ રજા જોઇએ છીએ, અમે ખાવામાં અને ટમાટર નાંખવામાં હવેથી અક્ષમ છીએ”મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયાની કંપની બર્ગર કિંગના દેશભરમાં 400થી વધુ સ્ટોર્સ છે. તેની વેબસાઈટ પર આ અંગે માહિતી આપતા કંપનીએ જણાવ્યું છે કે, બજારમાં ટામેટાંની ઓછી સપ્લાય અને ગુણવત્તાની સમસ્યાને કારણે કંપનીએ ટામેટાંનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે કંપનીએ આશા વ્યક્ત કરી છે કે ટામેટાંની સપ્લાય યોગ્ય થયા બાદ ફરી એકવાર તેમના મેનુમાં ટામેટાની એન્ટ્રી થશે.

Read About Weather here

જોકે સ્થિતિ નોર્મલ બનતા ફરી ટમેટાનો વપરાશ શરૂ કરી દેવામાં આવશે. બર્ગરકીંગ પૂર્વે મેકડોનાલ્ડ તથા સબ-વે દ્વારા ટમેટાનો વપરાશ અગાઉથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો. મેકડોનાલ્ડે પણ સારી કવોલીટીનાં ટમેટા ઉપલબ્ધ થતાં ન હોવાને કારણે ગત મહિને બર્ગરમાં ઉપયોગ કરવાનું બંધ કર્યુ હતું. સબ-વે દ્વારા સેન્ડવીચમાં ચીઝ સ્લાઈઝને બદલે ચીઝ સોસ વાપરવાનો નિર્ણય જાહેર કરાયો હતો. સ્લાઈસ માટે દરેક સ્લાઈસ દીઠ રૂા.30 વધુ વસુલાત કરવાનું જાહેર કર્યું હતું.સબવેમાં પ્રવકતાનાં કહેવા પ્રમાણે ગ્રાહકોને વધુ સારો સ્વાદ ચાખવા ચીઝ સોસનો ઉપયોગ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું તે પાછળનું કારણ મોંઘવારી નથી માત્ર કવોલીટી સારા સ્વાદનો અનુભવ કરાવવા માટે જ બદલાવ કરાયો હતો. વિઝા રદ, કોસ્ટા કોફી, કેએફસી જેવી બ્રાંડ ધરાવતાં દેવાયાની ઈન્ટરનેશનલના સીએફઓ મનીષ દેવરે કહ્યું કે હજુ મોંઘવારીનો માર છે જ. દુધ અને ચીઝનાં ભાવ વિશે ચિત્ર સ્પષ્ટ થયા બાદ ચોકકસ નિર્ણય થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here