પોલેન્ડમાં અમિતાભ બચ્ચનના પિતાના નામ પર ચાર રસ્તાનું નામ

બિગ બીએ કહૃાું- દશેરા પર આનાથી વધુ કોઈ સારી ગિફટ ના હોઈ શકે

અમિતાભ બચ્ચનના પિતા તથા કવિ ડૉ. હરિવંશ રાય બચ્ચનના નામ પર પોલેન્ડના વ્રોકલા શહેરના એક ચાર રસ્તાનું નામ રાખવામાં આવ્યું છે. આ વાતની માહિતી બિગ બીએ સોશિયલ મીડિયામાં આપી હતી. તેમણે ઈમોશનલ થઈને કહૃાું હતું, ’વ્રોકલા, પોલેન્ડના સિટી કાઉન્સિલે એક ચાર રસ્તાનું નામ મારા પિતાના નામ પર રાખવાનો નિર્ણય લીધો છે. દશેરા પર આનાથી સારી કોઈ ગિફટ હોઈ શકે નહીં. પરિવાર, વ્રોકલાના ભારતીય સમુદાય તથા ભારત માટે ગર્વની ક્ષણ. જય હિંદ. બિગ બીએ ટ્વિટર પર આ અંગેની ટ્વીટ કરી હતી.

આ સાથે તેમણે રામચરિત માનસની એક ચોપાઈ તથા તેનો અર્થ સમજાવ્યો હતો. પોલેન્ડમાં પહેલા પણ હરિવંશ રાય બચ્ચનનું સન્માન કરવામાં આવ્યું હતું ગયા વર્ષે ડિસેમ્બરમાં પોલેન્ડના એક ચર્ચમાં ડૉ. હરિવંશ રાય બચ્ચન માટે પ્રાર્થના યોજવામાં આવી હતી. અહીંયાના લોકોનો પ્રેમ જોઈને બિગ બી ભાવુક થઈ ગયા હતા અને તેમણે પ્રાર્થનાની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. અમિતાભે પોતાની પોસ્ટમાં કહૃાું હતું,

યુરોપના સૌથી જૂના ચર્ચમાંથી એક. પોલેન્ડમાં બાબુજી માટે પ્રાર્થના યોજાઈ. દિલને સ્પર્શી જતી અને ભાવુક કરતી ક્ષણ. તેમની આત્માને શાંતિ તથા પ્રેમ મળ્યો હશે. આ સન્માન માટે બિશપ તથા પોલેન્ડની જનતાનો આભાર. તે સમયે બિગ બી પોતાની ફિલ્મ ’ચેહરે’નું શુટિંગ કરી રહૃાા હતા. આ ફિલ્મને રૂમી જાફરીએ ડિરેક્ટ કરી છે. આ દરમિયાન તેઓ ચર્ચમાં યોજાયેલી પ્રાર્થનામાં હાજર રહૃાા હતા.