દિપીકા પાદુકોણનું Kalki 2898 AD ફિલ્મમાં પાવરફૂલ પર્ફોમન્સ, મનમોહક એક્ટિંગ જોઈ ફેન્સ ફિદા…

દિપીકા પાદુકોણનું Kalki 2898 AD ફિલ્મમાં પાવરફૂલ પર્ફોમન્સ, મનમોહક એક્ટિંગ જોઈ ફેન્સ ફિદા
દિપીકા પાદુકોણનું Kalki 2898 AD ફિલ્મમાં પાવરફૂલ પર્ફોમન્સ, મનમોહક એક્ટિંગ જોઈ ફેન્સ ફિદા

સિલ્વર સ્ક્રીન પર હિટ થયેલી આ જબરદસ્ત ફિલ્મ ફરી એકવાર દીપિકાની એક્ટિંગની પ્રશંસા થઇ રહી છે’કલ્કી 2898 એડી’ના શાનદાર ટ્રેલર લોન્ચ થયા પછી દર્શકો, ઇડસ્ટ્રી ઇનસાઇડર, ક્રિક્ટિક્સ અને સ્ટાર કાસ્ટના ચાહકોમાં આ ફિલ્મ વિશે ભારે ઉત્સુકતા હતી. આજે સિલ્વર સ્ક્રીન પર હિટ થયેલી આ જબરદસ્ત ફિલ્મ ફરી એકવાર દીપિકાની એક્ટિંગની પ્રશંસા થઇ રહી છે, જેની અસર દરેક જગ્યાએ દેખાઈ રહી છે.

દિપીકા પાદુકોણનું Kalki 2898 AD ફિલ્મમાં પાવરફૂલ પર્ફોમન્સ, મનમોહક એક્ટિંગ જોઈ ફેન્સ ફિદા... ફિલ્મ

ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો, વિવેચકો અને પ્રેક્ષકો બધા આ એક્શનથી ભરપૂર ફિલ્મમાં દીપિકાના શાનદાર અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, કમલ હાસન અને પ્રભાસ જેવા દિગ્ગજ સ્ટાર્સે દીપિકા સાથે સ્ક્રીન શેર કરી છે. દીપિકાના શાનદાર અભિનયને કારણે કેટલાક ક્રિટિક્સએ તેને ફિલ્મનો આત્મા પણ ગણાવી છે.

દીપિકાએ ટૂંકી હેરસ્ટાઇલ અને ન્યૂનતમ મેક-અપ સાથે સ્ક્રીન પર વાસ્તવિક અને પાવરફુલ એનર્જીનું ચિત્રણ કર્યું છે, જે ફિલ્મમાં ખૂબ જ નોંધપાત્ર છે. તેના સામાન્ય ગ્લેમરસ અને પોલીશ્ડ લુકથી અલગ તેણીના આ લુકને તેના ફોલોઅર્સ તરફથી વખાણ મળી રહ્યા છે અને તેમનામાં ઉત્સુકતા ઉભું કરી રહ્યું છે.

દિપીકા પાદુકોણનું Kalki 2898 AD ફિલ્મમાં પાવરફૂલ પર્ફોમન્સ, મનમોહક એક્ટિંગ જોઈ ફેન્સ ફિદા... ફિલ્મ

દીપિકાના વખાણ કરતાં તરણ આદર્શે તેના રિવ્યુમાં લખ્યું, “દીપિકા પાદુકોણ શાનદાર છે, પોતાનું પાત્ર તેણે અધિકાર અને ઉત્સાહથી ભજવ્યુ છે,” જ્યારે પિંકવિલાએ કહ્યું, “દીપિકા પાદુકોણને એક મજબૂત પાત્ર મળ્યું છે અને તે ફિલ્મનો આત્મા છે. તેણે ઉત્તમ અભિનય કર્યો છે અને યોગ્ય લાગણીઓ દર્શાવી છે.”

દિપીકા પાદુકોણનું Kalki 2898 AD ફિલ્મમાં પાવરફૂલ પર્ફોમન્સ, મનમોહક એક્ટિંગ જોઈ ફેન્સ ફિદા... ફિલ્મ

‘કલ્કી 2898 એડી’ સાથે દીપિકા નવા ક્ષેત્રમાં પગ મૂક્યો છે, આ સાથે અભિનેત્રી વિવિધ ભૂમિકાઓને સુંદર રીતે સ્વીકારવાની તેની ક્ષમતાનું પ્રદર્શન કરતી જોવા મળે છે. ‘કલ્કી 2898 એડી’માં દીપિકાના દમદાર એક્ટિગ અને બદલાવએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ભારતીય સિનેમાની વર્સેટાઇલ અભિનેત્રી છે. તેના અભિનય અને સ્ક્રીન પ્રેજેંસ માટે તેની પ્રશંસા થાય છે, ખાસ કરીને ‘જવાન’, ‘પઠાણ’ અને ‘ફાઇટર’ જેવી હિટ ફિલ્મો આપવા માટે તેની પ્રસંશા થઇ રહી છે.

દિપીકા પાદુકોણનું Kalki 2898 AD ફિલ્મમાં પાવરફૂલ પર્ફોમન્સ, મનમોહક એક્ટિંગ જોઈ ફેન્સ ફિદા... ફિલ્મ

‘કલ્કી 2898 એડી’ વિશે દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રભાસ-દીપિકા સ્ટારર આ ફિલ્મ સમય સાથે વધુ સારી બનશે. તે બ્લોકબસ્ટર બનવા જઈ રહી છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here