તેજસ્વી વિધાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ તથા મહાનગરપાલીકાના પદાધિકારીઓનું સન્માન

તેજસ્વી વિધાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ તથા મહાનગરપાલીકાના પદાધિકારીઓનું સન્માન
તેજસ્વી વિધાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ તથા મહાનગરપાલીકાના પદાધિકારીઓનું સન્માન
શ્રી ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવન- રાજકોટ દ્વારા આયોજીત દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ચુંવાળીયા કોળી સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ તા. 20-08 ને રવિવાર બપોરના 02 થી 06 કલાક દરમ્યાન  અટલ બિહારી વાજપાય ઓડીટોરીયમ પેડક રોડ, સેટેલાઈટ ચોક-રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. સાથે સાથે મોરબી જકાતનાકા પાસે આવેલ કોમ્યુનીટી હોલ નુ નામ સંત વેલનાથ કોમ્યુનીટી હોલ નામાકરણ બદલ રાજકોટ મહાનગર પાલીકાના પદાધિકરીઓના આભાર વ્યકત કરવા અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે .

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મેયર ડો. પ્રદિપ ડવ, ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય), કંચનબેન સિધ્ધપુરા(ડે.મેયર) પુસ્કરભાઈ પટેલ (સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન), વિનુભાઈ ઘવા(શાસકપક્ષ નેતા), સુરેન્દ્રસિંહ વાળા-દંડક તથા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, અશ્ર્વીનભાઈ મોલીયા (મહામંત્રી),વિરેન્દ્રસિંહ ઝાલા (મહામંત્રી) માઘવભાઈ દવે (મહામંત્રી), કિશોરભાઈ રાઠોડ, પરેશભાઈ પીપળીયા(સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન) સંદિપ કુમાર વર્મા ડેપ્યુટી કલેકટરનું સન્માન કરવામા આવશે. સંસ્થાના પ્રમુખ બાબુભાઈ ઉઘરેજા-(કોર્પોરેટર) સમાજના આગેવોનો ધર્મેશભાઈ જીંજવાડીયા (પ્રદેશ પ્રમુખ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ),મનસુખભાઈ વાઘેલા, ગોરઘનભાઈ જાખેલીયા, વિરજીભાઈ સનુરા, દિનેશભાઈ મકવાણા, મિહીરભાઈ સિતાપરા, દિપકભાઈ બાબરીયા, દેવભાઈ કોરડીયા, જીજ્ઞેશભાઈ માલકીયા, નયનાબેન બી. બાળોન્દ્રા (દંડક જીલ્લા પંચાયત રાજકોટ), ભરતભાઈ ડાભી-તાલુકા પંચાયત સદસ્ય, કંકુબેન ઉઘરેજા- કોર્પોરેટર, સંતશ્રી વેલનાથ સમુહ લગ્ન સમીતીના હોદેદારો સંતશ્રી વેલનાથ જન્મ જયંતિ ઉત્સવ સમીતીના હોદેદારો,સમાજના સરપંચઓ, બોર્ડિંગના અજીવન સભ્યઓ, તથા કાર્યકરઓ અને વિદ્યાર્થીઓ, સમયસર સ્થળ પર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવા હાજર રહેવા અનુરોઘ કરવામા આવે છે.

Read About Weather here

ગત વર્ષે 450 વિદ્યાર્થીઓએ સન્માન સમારોહમાં ભાગ લીધેલ હતો જે આ વર્ષે 626 વિદ્યાર્થીઓ ભાગ લીધેલ છે  વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણીક કીટ દ્વારા સન્માનીત કરવામાં આવશે. સંસ્થાન માનદ્ મંત્રી લક્ષ્મણભાઈ વાવેસા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here