જાણો શહેનશાહ અમિતાભ બચ્ચન વિષે..

જાણો શહેનશાહ અમિતાભ બચ્ચન વિષે..
જાણો શહેનશાહ અમિતાભ બચ્ચન વિષે..

બોલિવૂડ જગતના કહેવાતા શહેનશાહ અમિતાભ બચ્ચન એ પોતાના જીવન માં ઘણા ઉતાર ચડાવ જોયા બાદ ફેમસ થાય છે. માત્ર 500 રૂ. માં નોકરી કરતો માણસ આજ અમીરોના લિસ્ટ માં તેમનું નામ આવતું થઈ ગયું છે. યથાગ મહેનત કરીને પોતાની કારકિર્દી ને મંજિલ સુધી પહોંચાડી છે. તો એમના વિષે ઊંડાલ જાણીએ

  • અમિતાભ બચ્ચન નો જન્મ

ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં ૧૧ ઓક્ટોબર ૧૯૪૨ ના રોજ અમિતાભ બચ્ચનનો જન્મ થયેલો. અમિતાભ બચ્ચન હિંદુ કાયસ્થ કુટુંબના છે. તેમના પિતા ડો. હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યક્ષેત્રે જાણીતા કવિ હતા જ્યારે તેમના માતા તેજી બચ્ચન પણ (હાલમાં પાકિસ્તાન માં સ્થિત શહેર) ફૈસલાબાદ ના શીખ પરિવારના હતા.બચ્ચનનું પ્રારંભિક નામ ઇન્કલાબ હતું, જે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ઇન્કલાબ ઝીંદાબાદ પરથી પાડવામાં આવ્યું હતું,

જાણો શહેનશાહ અમિતાભ બચ્ચન વિષે.. અમિતાભ
અમિતાભ બચ્ચન બાળપણ ફોટો

પરંતુ પછી તેમનું નામ બદલીને અમિતાભ કરવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે “ક્યારેય લોપ ન પામતો પ્રકાશ”તેમની અટક શ્રીવાસ્તવ છે, પરંતુ તેમના પિતાએ તેમના બધા પ્રકાશિત સંગ્રહો માટે બચ્ચન અટક અપનાવી હતી.ફિલ્મમાં પણ અમિતાભની પાછળ બચ્ચન જ લખાય છે અને બધા જાહેર હેતુઓ તથા કુટુંબના બધા સભ્યો માટે આ જ અટકનો ઉપયોગ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

  • અમિતાભ બચ્ચન પર માતાનો પ્રભાવ

અમિતાભ હરિવંશરાયના બે પુત્રોમાં મોટો પુત્ર છે, બીજો પુત્ર અજિતાભ છે. તેમની માતાને થીએટરમાં ખૂબ રસ હતો અને તેમને ફિલ્મમાં પણ ઓફર થઈ હતી, પણ તેમણે ગૃહિણીની જવાબદારી અદા કરવાનું પસંદ કર્યું હતું. બચ્ચનની કારકિર્દીની પસંદગી પાછળ તેમનો પ્રભાવ મનાય છે, કારણ કે તેઓ હંમેશા ભારપૂર્વક માનતા હતા કે તેણે આ ક્ષેત્રે આગળ આવવું જોઈએ.

જાણો શહેનશાહ અમિતાભ બચ્ચન વિષે.. અમિતાભ
માતાને થીએટરમાં ખૂબ રસ

તેમણે અલ્હાબાદ ની જનના પ્રબોધિની અને બોય્ઝ હાઇસ્કૂલ માં અભ્યાસ કર્યા પછી નૈનિતાલ ની શેરવૂડ કોલેજ માં અભ્યાસ કર્યો, જે કલાક્ષેત્રે જાણીતી હતી.પાછળથી તેઓ દિલ્હી યુનિવર્સિટી ની કિરોરીમલ કોલેજ માં અભ્યાસ કરવા ગયા અને અભ્યાસ પૂરો કરીને વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી. વીસીમાં બચ્ચને કોલકતા સ્થિત શિપિંગ ફર્મ બર્ડ એન્ડ કંપનીમાં ફ્રેટ બ્રોકરની નોકરી કરી હતી, જેથી તેમની અભિનય કારકિર્દી ચાલુ રહી શકે.તે મણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું.

  • ફિલ્મી જગત પહેલો કદમ

બચ્ચને ૧૯૬૯માં ખ્વાજા અબ્બાસ એહમદ દ્વારા નિર્દેશિત સાત ક્રાંતિકારીઓની વાત કહેતી ફિલ્મ સાત હિંદુસ્તાની દ્વારા ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો, તેમાં ઉત્પલ દત્ત , મધુ અને જલાલ આગા પણ હતા.ફિલ્મને નાણાકીય સફળતા મળી ન હતી, પણ બચ્ચનને શ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો પ્રથમ રાષ્ટ્રિય ફિલ્મ પારિતોષિક મળ્યો હતોવિવેચકોની ટીકાની સાથે વેપારી સફળતાઆનંદમાં તેમણે તે સમયના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે કામ કર્યું હતું.

જાણો શહેનશાહ અમિતાભ બચ્ચન વિષે.. અમિતાભ
ફિલ્મ સાત હિંદુસ્તાની

બચ્ચનની ડોક્ટરની ભૂમિકાની વિવેચકોએ પણ પ્રશંસા કરી હતી અને તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. અમિતાભે ૧૯૭૧માં પરવાના માં નવીન નિશ્ચલ , યોગીતા બાલી અને ઓમપ્રકાશ સાથે એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની ભૂમિકા ભજવી હતી, જે ખલનાયક તરીકેની તેમની ભૂમિકાનું ચિત્રણ કરતી હતી. તેના પછી તેમની કેટલીક ફિલ્મો આવી પણ તેને બોક્સ ઓફિસ પર ખાસ સફળતા મળી ન હતી, તેમાં 1971 માં આવેલી રેશ્મા ઓર શેરા નો પણ સમાવેશ થાય છે.

Read About Weather here

આ સમય દરમિયાન તેમણે ગુડ્ડી માં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી, જેમાં તેમની ભાવિ પત્ની જયા ભાદુરી ધર્મેન્દ્ર સામે હતી.પોતાના ઘેઘૂર અવાજ માટે જાણીતા બચ્ચને કારકિર્દીના પ્રારંભમાં બાવરચી ફિલ્મમાં પાત્રપરિચય કરાવ્યો હતો. ૧૯૭૨માં બચ્ચને રોડ એકશન કોમેડી ફિલ્મ બોમ્બે ટુ ગોવા કરી હતી, જેનું દિગ્દર્શન એસ. રામનાથને કર્યું હતું.તેમણે અરૂણા ઇરાની,મેહમૂદ , અનવર અલી અને નાસીરહુસૈન સાથે હીરો તરીકેની ભૂમિકા ભજવી હતી.

  • પહેલો પગાર

અમિતાભ બચ્ચન કોલકાતામાં નોકરી શરૂ કરી હતી ત્યારે પગાર 500 રૂપિયા હતો અત્યારે તેમની પાસે કરોડોની સંપતિ છે. તેઓ કૌન બનેગા કરોડપતિ જેવા પણ શો માં હોસ્ટ કર્યું છે.

  • અમિતાભ બચ્ચન નું લગ્ન જીવન

અમિતાભ બચ્ચન એ 3 જૂન ૧૯૭૩ના રોજ અભિનેત્રી જયા ભાદુરી સાથે બંગાળી વિધિ મુજબ લગ્ન કર્યા.તેમને બે બાળકો છેઃ પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેક બચ્ચન

પુત્ર અભિષેક બચ્ચન પણ એક ઍકટર છે. તેમણે અનેક ફિલ્મો માં કામ કરેલ જેમ કે હાઉસફૂલ 3, ધૂમ , ઓલ ઇસ વેલ , પ્લેયર્સ, બોલ બચ્ચન, પા, જેવા અનેક ફિલ્મો કર્યા છે. તેમના લગ્ન ઐશ્વરીયા રાય સાથે થયા છે. તેમણે સંતાનમાં  એક પુત્રી છે. જેમનું નામ આરાધ્યા છે.

જાણો શહેનશાહ અમિતાભ બચ્ચન વિષે.. અમિતાભ
લગ્ન

શ્વેતા બચ્ચનના  લગ્ન એસ્કોર્ટ જુથના ઉદ્યોગપતિ નિખિલ નંદા, કે જે ખ્યાતનામ હિંદી ચલચિત્ર નિર્માતા અને અભિનેતા રાજ કપૂરનાં પુત્રી રીતુ નંદા (રીતુ કપૂર=નંદા), તથા રાજન નંદાના પુત્ર છે, તેની સાથે 16  ફેબ્રુઆરી 1997ના રોજ તેણીના માતાપિતાના ઘર (પિયર) ‘પ્રતિક્ષા’ ખાતે થયાં હતાં. તેણી હાલમાં દેશના પાટનગર દિલ્હી શહેર ખાતે પોતાના પતિ સાથે નિવાસ કરે છે. શ્વેતા અને નિખિલને બે સંતાનો છે, જેમનાં નામ નવ્ય નવેલી અને અગસ્ત્ય છે શ્વેતા નંદા ભારતીય સમાચાર માટેની ટી. વી. ચેનલ સીએનએન આઇબીએન (CNN IBN) માટે પત્રકાર છે.

  • અમિતાભ બચ્ચન ના ફિલ્મો

ફૅમિલી , દરના જજુરી હૈ, કભી ખુશી કભી ગામ,બાબુલ,ડોન ,જંજીર,ભૂતનાથ, ધ ગ્રેટ ગેમ્બલર નટવરલાલ,લાવારિસ,નસીબ સિલસિલા,મહાન,પુકાર,શરાબી,તૂફાન,જાદુગર, તેરે મેરે સપને,મૃત્યુદાતા,મેજર સાબ ,અક્સ ,વિરુદ્ધ,ફેમિલી- ટાઇઝ ઓફ બ્લડ વગેરે જેવા અનેક ફિલ્મોમાં કામ કરેલ છે.

જાણો શહેનશાહ અમિતાભ બચ્ચન વિષે.. અમિતાભ
  • અમિતાભ બચ્ચન એ આપેલ અવાજો

બચ્ચન તેના ઘેરા અને ઘાટિલા અવાજ માટે જાણીતો છે તેમણે અનેક ફિલ્મોમાં પોતાના અવાજ આપ્યા છે. જેમ કે બાલિકા બધું (1975),તેરે મેરે સપને (1996),લગાન (2001),પરિણીતા (2005),જોધા અકબર (2008),સ્વામી(2007) ,જોર લગા  કે … હૈયા ! (2009),કહાની (2012),ક્રિશ 3 (2013),મહાભારત (2013),કોચડૈયાન  (હિન્દી આવૃત્તિ) (2014) વગેરે…

  • અમિતાભ બચ્ચન નો પરિવાર

અમિતાભ બચ્ચન ન પરિવારનો પરિવાર સુખી અને સમૃધ્ધ મને છે. પરિવારના બધા મેમ્બર વેલસેટ છે.

જાણો શહેનશાહ અમિતાભ બચ્ચન વિષે.. અમિતાભ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here