આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.  100 વર્ષથી વધારે ઉંમર સુધી જીવિત રહેવા માટેનું એક કારણ આંતરડાંના બેક્ટેરિયા, તે સંક્રમણનું જોખમ ઓછું કરી વધતી ઉંમરની અસર ઓછી કરે છે

     ટોક્યોની કિયો યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું: રિસર્ચમાં 160 શતાયુ લોકોને સામેલ કરાયા

જાપાનીઝ વૈજ્ઞાનિકોએ 100 વર્ષ અને તેનાથી વધારે ઉંમર સુધી જીવતા લોકોનું સીક્રેટ શોધી કાઢ્યું છે. તેમનું કહેવું છે કે આટલી ઉંમરનું એક કારણ આંતરડાંમાં રહેલા બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા સેક્ધડરી બાઈલ એસિડનું નિર્માણ કરે છે. તે સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે અને આંતરડાં સ્વસ્થ રાખે છે.

2.  હોંગકોંગ: આઝાદીનો અવાજ બનેલું બેન્ડ હવે યુવાનોનો સ્ટ્રેસ દૂર કરી રહ્યું છે, તેનાં ગીતોમાં પ્રેમ, આત્મવિશ્વાસનો સંદેશ

    એન્ટર મિરર બેન્ડમાં 12 સંગીતકાર-ડાન્સર; દેશની સાંસ્કૃતિક ઓળખ પાછી લાવવાનો ઉદ્દેશ

    હોંગકોંગમાં લોકશાહી સમર્થકોનો અવાજ બનેલું એક બેન્ડ હવે સ્થાનિક લોકોને તાણમુક્ત કરી રહ્યું છે. આ ‘એન્ટર મિરર’ બેન્ડની શરૂઆત 2018માં થઇ હતી. શરૂમાં તેણે ઘણાં પ્રોફેશનલ મ્યુઝિક પ્રોગ્રામ કર્યા. પછી આંદોલનકારીઓ માટે ગાવા લાગ્યા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

3. અમેરિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત શ્વેતોની વસતી ઘટી

 સરકારે વસતીગણતરી બ્યૂરોનો 2020નો રિપોર્ટ જારી કર્યો. અમેરિકાની શ્વેત વસતીમાં પહેલીવાર ઘટાડો થયો છે. અમેરિકી વસતીગણતરી બ્યૂરોના 2020ના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. તે ગુરુવારે જારી કરાયો. તે અનુસાર 2010 બાદથી દેશમાં શ્વેતોની વસતીમાં 8.6%નો ઘટાડો થયો છે. હવે શ્વેત (બિનહિસ્પેનિક કે લેટિન) અમેરિકાની વસતીના 58% છે.

4.  મેટાબોલિઝમને વજન સાથે લેવા-દેવા નથી, 20થી 60ની ઉંમર સુધી તે સ્થિર રહે છે, સ્ત્રીઓ અને પુરૂષોમાં એકસમાન જ    હોય છે

   ડ્યૂક યુનિ.ના સ્ટડીમાં દાવો- 60 વર્ષની ઉંમર બાદ દર વર્ષે મેટાબોલિક રેટ 0.7% ઘટે છે. લોકોમાં એવો ભ્રમ છે કે 20 વર્ષની ઉંમર પછી વજન વધવાનું શરૂ થઇ જાય છે, કેમ કે એવું મનાય છે કે આ ઉંમર પછી મેટાબોલિઝમ (શરીર જે દરે કેલરી બર્ન કરે છે) ધીમું થવા લાગે છે. વાસ્તવમાં આ બધી જ માન્યતાઓ ખોટી છે.

5.  કોવિશીલ્ડ બનાવનારી કંપનીના ચેરમેન અદાર પૂનાવાલાએ કહ્યું- મિક્સ ડોઝ યોગ્ય નથી, ICMRએ ગણાવ્યું હતું અસરકારક

  કોવિશીલ્ડ બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના ચેરમેન અદાર પૂનાવાલાએ વેક્સિન કોકટેલનો વિરોધ કર્યો છે. પૂનાવાલાએ શુક્રવારે કહ્યું કે સારી એફિકેસી માટે બે અલગ અલગ વેક્સિનના મિશ્રણનો વિરોધ કરું છું, તેની કોઈ જ જરૂરિયાત નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સ્ટડીમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનના કોકટેલના પરિણામ સારા મળ્યા છે. આ સવાલ પર પૂનાવાલાએ કહ્યું કે, જો કોકટેલની વેક્સિન લગાડવામાં આવે છે અને પરિણામ સારા નથી આવતા તો આપણે કહીશું કે વધુ એક વેક્સિન સારી નથી.

6.  ઇંગ્લેન્ડનો સ્કોર 119/3, ઈન્ડિયાથી 245 રન પાછળ; રૂટે ગ્રેહામ ગૂચનો રેકોર્ડ તોડ્યો

      વિરાટ કોહલી એન્ડ ટીમે 2 રિવ્યૂ ગુમાવી દીધા છે, બંને રિવ્યૂ સિરાજના સ્પેલમાં લીધા હતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પહેલી ઈનિંગમાં 364 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસની ગેમના અંત સુધી પહેલી ઈનિંગમાં 3 વિકેટે 119 રન બનાવ્યા હતા. અત્યારે જોની બેયરસ્ટો 6 રન અને જો રૂટ 48 રન સાથે ક્રિઝ પર છે.

7.  B.Tech વિદ્યાર્થીઓને લેટરલ એન્ટ્રિની મંજૂરી મળી, હવે મેઈન કોર્સ સિવાય એન્જિનિયરિંગની અન્ય બ્રાંચમાં એડમિશન લઈ શકશે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)એ એક મોટો નિર્ણય લેતા B.Tech વિદ્યાર્થીઓને લેટરલ એન્ટ્રી મંજૂર આપી દીધી છે. અઈંઈઝઊના આ નિર્ણય બાદ હવે  B.Techના વિદ્યાર્થીઓ મુખ્ય અભ્યાસક્રમ સિવાય એન્જિનિયરિંગની અન્ય શાખાઓમાં લેટરલ એન્ટ્રી લઈ શકશે. આ વિશે AICTE એ શુક્રવારે જાણકારી આપી દીધી.

8.  IIM કોલકાતાએ હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે એક વર્ષનો પ્રોગ્રામ શરુ કર્યો, સપ્ટેમ્બર 2021થી પ્રથમ બેચ શરુ થશે.

   ઓનલાઈન-ઓફલાઈન એમ બંને મોડમાં ક્લાસ લેવાશે. EPHMના ક્લાસ દરેક રવિવારે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM), કોલકાતાએ હેલ્થ મેનેજમેન્ટમાં એક વર્ષનો નવો એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ શરુ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ ખાસ કરીને હોસ્પિટલ, ફાર્માસ્યુટિકલ, મેડિકલ ડિવાઈસ, પબ્લિક હેલ્થ અને હેલ્થ સિસ્ટમ મેનેજમેન્ટ સહિત હેલ્થકેર સેક્ટરમાં કામ કરી રહેલા પ્રોફેશનલ માટે શરુ કર્યો છે.

Read About Weather here

9.  ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ આઈફોન 13 સિરીઝનાં સ્પેસિફિકેશન સામે આવ્યાં, જાણો તેની ખાસિયતો

    આઈફોન 13 સિરીઝમાં કંપની 4 મોડેલ લોન્ચ કરશે: નેક્સ્ટ જનરેશન સિરીઝના આઈફોનમાં 120 Hzનો રિફ્રેશ રેટ મળી શકે છે. ટેક જાયન્ટ એપલ અપકમિંગ સિરીઝ ‘આઈફોન 13’ આવતા મહિને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઓફિશિયલ લોન્ચ પહેલાં જ ફોનનાં કેટલાક લીક્સ સામે આવ્યાં છે. આ વખતની સિરીઝમાં કંપની આઈફોન 13 મિની, આઈફોન 13, આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સ લોન્ચ થશે.

10. ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં યુટિલિટી વાહનોનો વેચાણ હિસ્સો વધી 95 ટકા સુધી પહોંચ્યો: પ્રિ-કોવીડ સ્તર કરતાં પણ યુવીનાં વેચાણો વધ્યાં, ટ્રેન્ડ પોઝિટિવ રહેશે

યુટિલિટી વ્હીકલ (યુવી) પ્રત્યે આકર્ષણ સતત વધી રહ્યું છે. પરિણામે દાયકા પહેલાં કુલ ઓટો સેલ્સમાં માત્ર 10 ટકા હિસ્સો ધરાવતા યુવી સેગમેન્ટનો હિસ્સો આજે વધી 95 ટકા થયો છે. ઉદ્યોગ સંગઠનને આશાવાદ છે કે, આગામી થોડા વર્ષોમાં આ સેગમેન્ટનું માર્કેટ બહોળા પ્રમાણમાં વિકસિત થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here