છ મહિના કોરોના દર્દીઓની સેવા કરનાર અભિનેત્રી શિખા મલ્હોત્રા થઇ કોરોના સંક્રમિત

દેશભરમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહૃાાં છે, કૉવિડ દર્દીઓની સેવા માટે ડૉક્ટૉરો અને મેડિકલ સ્ટાફની સાથે સાથે કેટલાક લોકો સ્વેચ્છાએ સેવા આપી રહૃાાં છે. આવી રીતે સ્વેચ્છાએ સેવા આપીને ચર્ચામાં આવેલી અભિનેત્રી શિખા મલ્હોત્રા પણ કોરોનાની ઝપેટમાં આવી છે. ગુરુવારે તેને ઇન્સ્ટાગ્રામ પર ખુદ કૉવિડ-૧૯ પૉઝિટીવ હોવાની પુષ્ટી કરી છે. અભિનેત્રી શિખા મલ્હોત્રા છેલ્લા ૬ મહિનાથી મહામારીમાં સપડાયેલા કોરોના દર્દીઓને સ્વેચ્છાએ સેવી કરી રહી હતી, દર્દીઓને ઇલાજથી માંડીને અન્ય સેવા પુરી પાડતી હતી.

અભિનેત્રી બે તસવીરોનો કોલોઝા શેર કરતા લખ્યું- કોરોના પૉઝિટીવ આવ્યા બાદ એડમીટ થઇ ગઇ છું. હવે ઓક્સિજનની કમી અનુભવાઇ રહી છે, આ પૉસ્ટ તેમના માટે છે, જે કહે છે કે કોરોના કંઇ નથી. તમારા બધાની શુભકામનાઓ અને પ્રાર્થનાઓની સાથે છેલ્લા છ મહિનાથી સતત કોરોના દર્દીઓની સેવામાં હતી. એક તસવીરમાંથી એકમાં તે હૉસ્પીટલના બેડ પર છે, અને બીજી તસવીરમાં તે પીપીઇ કિટ પહેરીને નર્સિંગ માટે તૈયાર છે.

શિખા મલ્હોત્રાએ માર્ચમાં આઇએએનએસને જણાવ્યુ હતુ- તે મુંબઇમાં એક હૉસ્પીટલમાં કોરોનાથી લડવા માટે સ્વયંસેવક તરીકે કામ કરી રહી છે. સંયોગથી શિખા મલ્હોત્રાની પાસે દિલ્હીની વર્ધમાન મહાવીર મેડિકલ કૉલેજ અને સફદરગંજ હૉસ્પીટલની નર્સિંગની ડિગ્રી છે. બૉલીવુડમાં તેને ફિલ્મ ફેન અને રીનીંગ શાદીમાં કામ કર્યુ હતુ.