ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે મેડટેક એકસ્પો-2023 ખુલ્લો મુકાયો

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે મેડટેક એકસ્પો-2023 ખુલ્લો મુકાયો
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે મેડટેક એકસ્પો-2023 ખુલ્લો મુકાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, ફિક્કી અને મેડટેક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આયોજિત ઇન્ડિયા મેડટેક એક્સપો-2023નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. મેડટેક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ્સ, હોસ્પિટલ્સ, રિસર્ચર્સ અને ઇન્વેસ્ટર્સ સહિત બધા જ સ્ટેક હોલ્ડર્સને અંડર વન અમ્બ્રેલા લાવનારૂ આ એક્ઝિબિશન ત્રણ દિવસનું છે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશા મળી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ એક્ઝિબિશનને ખુલ્લું મુકતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા કરેલા સંકલ્પ અન્વયે ભારત ગ્લોબલ મેડટેક હબ થવા સજ્જ બનશે તેની પ્રતીતિ આ એક્ઝિબિશન કરાવે છે.
તેમણે ઉમેર્યું કે, એક સમય હતો કે દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને સંસાધનોનો દાયરો સીમિત હતો અને મોંઘા સાધનો પર નિર્ભર રહેવું પડતું. વડાપ્રધાનના નેતૃત્વમાં હવે દેશની તસવીર બદલાઈ ગઈ છે અને આપણે આત્મનિર્ભર થયા છીએ. એટલું જ નહીં, મેઇક ઈન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત દેશમાં મેડિકલ ડિવાઇસીસ અને દવાઓના નિર્માણને પ્રાથમિકતા અપાઇ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મોંઘી હેલ્થ સર્વિસીસ, ઇક્વિપમેન્ટ્સ અને દવાઓ સામાન્ય જન અને ગરીબ જરૂરત મંદ લોકોને હવે આસાનીથી મળતા થયા છે. તેમણે આ મેડટેક એક્સપોના આયોજન માટે ગુજરાતની પસંદગીને સાચી દિશાની અને સમયાનુકુળ ગણાવતા ઉમેર્યું કે, ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ છે. ફાર્માસ્યુટિકલ સેક્ટરની ઇન્ડસ્ટ્રીઝ માટે ફેવરિટ ડેસ્ટિનેશન પણ છે. સૌરાષ્ટ્રમાં મેડિકલ ડિવાઇસીસ પાર્ક અને અંકલેશ્વર નજીક બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. મેડિસિન અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ગુજરાત લીડિંગ એક્સપોર્ટર સ્ટેટ છે તેની વિગતો પણ આપી હતી. કાર્ડિયાક હાઇટેક સ્ટેન્ટના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી છે. હાઇટેક ઈન્ટ્રા ઓક્યુલર લેન્સેના ઉત્પાદનના પચાસ ટકા ઉત્પાદન ગુજરાત કરે છે તેમજ ઓર્થોપેડિક ઈમ્પ્લાન્ટ ઇન્સ્ટ્રુમેન્ટના ઉત્પાદનમાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે.
ભારતના કુલ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત 30 ટકા જેટલો હિસ્સો ધરાવે છે તેમજ રાજ્યમાં ઓછા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

Read About Weather here

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી વાઇબ્રન્ટ સમિટ-2024માં સહભાગી થવા ફાર્મા-મેડિકલ ડિવાઇસીસ સેક્ટરના ઉદ્યોગકારોને નિમંત્રણ પણ પાઠવ્યું હતું. ડો. વી. કે. પૌલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘ભારતીય મેડટેક ક્ષેત્રએ તેના વિકાસ અને ઉત્કૃષ્ટતાને વેગ આપ્યો છે અને હવે તે વૈશ્વિક સ્તરે જથ્થા, ગુણવત્તા અને તેની પહોંચની દ્રષ્ટિએ ઝડપથી વૃદ્ધિની દિશામાં આગળ વધવાના વળાંક પર છે.’કેન્દ્ર સરકારની નીતિઓ દેશમાં એક એવી ઇકોસિસ્ટમ ઊભી કરવા સજ્જ છે, જે ભારતને આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે આગળ ધપાવશે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નવી શરૂ થયેલી પીએલઆઈ (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ) યોજનાએ ફાર્માસ્યુટિકલ્સનાં ઉત્પાદન માટે તેમજ તબીબી ઉપકરણોનાં ઉત્પાદન માટે એપીઆઇ (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ)નાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં મદદ કરી છે. આ પ્રસંગે મહાનુભાવોએ મેડટેક એક્સ્પો કોમ્પેન્ડિયમ, ફ્યુચર એન્ડ આરએન્ડડી પેવેલિયનની પુસ્તિકા અને ભારતના ફાર્માસ્યુટિકલ સેક્ટર પરની કોફી ટેબલ બુકનું પણ અનાવરણ કર્યું હતું.

મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર, કમલેશ કુમાર પંત, ચેરમેન, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ); ફિક્કી (ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી) મેડિકલ ડિવાઇસ કમિટીના અધ્યક્ષ શ્રી તુષાર શર્મા; આ પ્રસંગે ટ્રાન્સએશિયા બાયોમેડિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વઝિરાની અને સરકાર, ઉદ્યોગ અને મીડિયાના અન્ય પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here