કેન્દ્ર સરકાર આજે ભારત ન્યુકાર એસેસમેન્ટ પ્રોગ્રામ લોંચ કરશે:કારની સેફટી માટે નવા નિયમ

કેન્દ્ર સરકાર આજે ભારત ન્યુકાર એસેસમેન્ટ પ્રોગ્રામ લોંચ કરશે:કારની સેફટી માટે નવા નિયમ
કેન્દ્ર સરકાર આજે ભારત ન્યુકાર એસેસમેન્ટ પ્રોગ્રામ લોંચ કરશે:કારની સેફટી માટે નવા નિયમ
કેન્દ્ર સરકાર આજે મંગળવારે ભારત ન્યુકાર એસેસમેન્ટ પ્રોગ્રામ (ભારત એનસીએસ) લોંચ કરશે, જેનો ઉદેશ 3.5 ટન વજનવાળા મોટર કારના સેફટી ધોરણોને વધારીને માર્ગ સુરક્ષામાં વધારો કરવાનો છે. એક રિપોર્ટ મુજબ કાર્યક્રમનો ઉદેશ કાર ગ્રાહકોને બજારમાં મોજુદ મોટરકારોની દુર્ઘટના સુરક્ષાનુ તુલનાત્મક આકલન કરવા માટે એક ટુલ ઉપલબ્ધ કરાવવાનું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમ અંતર્ગત કાર મેન્યુફેકચરર પોતાની મરજીથી પોતાની ગાડીઓને ઓટોમેટીક ઈન્ડસ્ટ્રી સ્ટાર્ન્ડડ 197 અનુસાર ટેસ્ટ માટે રજુ કરી શકે છે. ટેસ્ટમાં પર્ફોમન્સનાં હિસાબે ગાડીઓને વયસ્ક યાત્રીઓ,અને યુવાનો માટે સ્ટાર રેટીંગ આપવામાં આવશે. સરકાર તરફથી આવેલા અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે સંભવીત કાર ગ્રાહક જુદી જુદી ગાડીઓનાં સુરક્ષા ધોરણોની તુલના કરવા આ સ્ટાર રેટીંગની મદદ લઈ શકે છેઅને તેના હિસાબે ગાડી ખરીદવાનો નિર્ણય કરી શકે છે. સુરક્ષીત કારોની માંગ વધારવાની સાથે સાથે કાર મેન્યુફેકચરરને ગ્રાહકોની જરૂરીયાતોને પુરી કરવા માટે પ્રોત્સાહીત કરવામાં આવશે. એ પણ આશા છે કે ભારતીય કારો ગ્લોબલ બજારમાં બહેતર સ્પર્ધા કરવામાં સક્ષમ થશે.કારણ કે તે ભવિષ્યમાં ઉચ્ચ સુરક્ષા ધોરણોનું પાલન કરશે. આથી દેશમાં સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ કાર બજાર વિકસીત હોવાની સાથે સાથે ઘરેલુ કાર મેન્યુફેકચરની એકસપોર્ટ (નિકાસ) ક્ષમતા પણ વધશે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here