આમિર ખાન કાલે માતાનો ૯૦મો જન્‍મદિનની ભવ્ય અને આલીશાન ઉજવણી કરશે

આમિર ખાન કાલે માતાનો ૯૦મો જન્‍મદિનની ભવ્ય અને આલીશાન ઉજવણી કરશે
આમિર ખાન કાલે માતાનો ૯૦મો જન્‍મદિનની ભવ્ય અને આલીશાન ઉજવણી કરશે

બોલીવૂડના મિસ્‍ટર પરફેક્‍શનિસ્‍ટ અભિનેતા આમિર ખાન આવતી કાલે તા. ૧૩ના રોજ પોતાની માતા જીનત હુસેનનો ૯૦મો જન્‍મદિવસ ધામધૂમથી ઉજવશે. આ બર્થડેની ઉજવણી માટે આમિર ખાને અલગ અલગ રાજ્‍યોમાં વસવાટ કરી રહેલા પોતાના પરિવારોના ૨૦૦ જેટલા સભ્‍યોને આમંત્રીત કર્યા છે.

આ જશ્‍નની ઉજવણીમાં બનારસ, બેંગલુરૂ, લખનોૈ, મૈસુર સહિતના રાજ્‍યોમાંથી સગા-સ્‍વજનો અને મિત્રો ઉપસ્‍થિત રહેવાના છે. આમિર ખાનના નજીકના સુત્રોના કહેવા મુજબ એક વર્ષથી તેના માતાની તબીયત સારી નહોતી, હવે તબિયત સારી થઇ ગઇ છે. આ કારણે સમગ્ર પરિવારજનોને એકઠા કરી જન્‍મદિવસની ઉજવણીનું આયોજન કરાયું છે. આ ઉજવણી આમિર ખાનના મુંબઇના ઘરે થવાની છે.

આમિર ખાન કાલે માતાનો ૯૦મો જન્‍મદિનની ભવ્ય અને આલીશાન ઉજવણી કરશે આમિર ખાન

આમિર તેના માતાને ખુબ પ્રેમ કરે છે. તે ફિલ્‍મો અને સ્‍ક્રિપ્‍ટ વિશે માતા પાસેથી સલાહ પણ લેતો રહે છે. આમિર ખાને માતાને મક્કા ખાતે હજ યાત્રા કરાવી વચન પુરુ કર્યુ હતું. માતાની દેખભાળ રાખવા માટે તે અવાર-નવાર કામમાંથી બ્રેક પણ લઇ લેતો હોય છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here