કમલ હાસનની આગામી ફિલ્મ ‘ઇન્ડિયન 2’ની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. આજે નિર્માતાઓ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવાના છે, જેના ચોક્કસ સમય વિશે તેઓએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.કમલ હાસન આ દિવસોમાં પોતાની આગામી બે ફિલ્મોને લઈને ચર્ચામાં છે. તે એક પછી એક બે મોટી ફિલ્મોમાં જોવા મળશે. તે આ વર્ષે ‘કલ્કિ: 2898 એડી’ અને ‘ઇન્ડિયન 2’માં જોવા મળશે. બંને ફિલ્મોની રિલીઝ ડેટમાં એક મહિના કરતા પણ ઓછા સમયનું અંતર છે. એવામાં તેના ચાહકો માટે આ એક અદભૂત ગિફ્ટ છે કે તેઓને તેમના પ્રિય અભિનેતાની સતત બે ફિલ્મો જોવા મળવાની છે. ‘ઇન્ડિયન 2’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે, તેના ટ્રેલર રિલીઝને લઈને મોટી માહિતી સામે આવી છે.
કલ્કિ 2898 એડી પછી, ઇન્ડિયન 2માં જોવા મળશે અભિનેતા
કમલ હાસન આજકાલ ‘કલ્કિ 2898 એડી’માં તેના રોલ માટે ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ થયું છે, જેમાં તેના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેના આ લૂકે દર્શકોનો ઉત્સાહ વધુ વધાર્યો છે. કલ્કિ: 2898 એડી પછી, અભિનેતા ટૂંક સમયમાં તેની બીજી આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ સાથે સ્ક્રીન પર આવશે. તેની ફિલ્મ ‘ઇન્ડિયન 2’ 12 જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે. નિર્માતાઓએ ટ્વીટ કરીને આ ફિલ્મના ટ્રેલર રિલીઝ વિશે માહિતી આપી છે. ફિલ્મનું ટ્રેલર આજે એટલે કે 25 જૂને રિલીઝ થશે.ફિલ્મનું ટ્રેલર આજે સાંજે 7 વાગે રિલીઝ થશે
તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે ફિલ્મ
ઇન્ડિયન 2 એક રાજનીતિક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન પ્રસિદ્ધ ડિરેક્ટર શંકર શનમુગમે કર્યું છે. આ ફિલ્મ વર્ષ 1996માં આવેલી ફિલ્મ ‘ઇન્ડિયન’ની સિક્વલ છે. ઇન્ડિયન 2 નું નિર્માણ Lyca પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કમલ હાસનની સાથે કાજલ અગ્રવાલ, સિદ્ધાર્થ, બોબી સિમ્હા, રકુલ પ્રીત સિંહ, પ્રિયા ભવાની શંકર, સમુતિરકાની વગેરે કલાકારો પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અનિરુદ્ધ રવિચંદરે સંગીત આપ્યું છે.
Visit Saurashtra Kranti E-paper here