અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ની મુશ્કેલી વધી..

અક્ષય કુમારની ફિલ્મ 'રામ સેતુ'ની મુશ્કેલી વધી..
અક્ષય કુમારની ફિલ્મ 'રામ સેતુ'ની મુશ્કેલી વધી..

સુબ્રહ્મણ્યમ સ્વામીએ ખિલાડી કુમાર સહિત 8 લોકોને લીગલ નોટિસ ફટકારી, ખોટાં તથ્યો બતાવવાનો આક્ષેપ

‘રામ સેતુ’માં અક્ષય કુમાર આર્કિયોલૉજિસ્ટના રોલમાં છે. તે ભારત તથા શ્રીલંકા વચ્ચે બનેલા રામસેતુની સત્યતા ચકાસવાનું કામ કરે છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ ઉપરાંત ઉત્તરપ્રદેશ સહિત વિવિધ લોકેશન પર કરવામાં આવ્યું છે.

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘રામ સેતુ’ સુબ્રહ્મણ્યમ સ્વામીના ટાર્ગેટ પર છે. સ્વામીએ અક્ષય કુમારને લીગલ નોટિસ ફટકારી છે. સ્વામીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું, ‘મુંબઈના સિનેમાને ખોટી રીતે બતાવવાની આદત છે.

Visit Saurashtra Kranti Homepage here

આથી જ મેં મારા વકીલ સત્ય સભ્રવાલના માધ્યમથી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સની માહિતી માટે અક્ષય કુમાર તથા આઠ લોકોને નોટિસ ઇશ્યૂ કરી છે.’ સ્વામીનો આક્ષેપ છે કે અક્ષયની ફિલ્મ ‘રામ સેતુ’માં ખોટાં તથ્યો બતાવવામાં આવ્યા છે.

સ્વામીએ ગયા મહિને ‘રામ સેતુ’ ફિલ્મના મેકર્સ તથા અક્ષય કુમાર પર કેસ કરવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, જો અક્ષય કુમાર વિદેશી નાગરિક છે તો તેઓ તેમની ધરપકડ તથા દેશમાંથી બહાર કરવાની માગણી કરશે.

સુબ્રહ્મણ્યમે એક પોસ્ટમાં કહ્યું હતું, ‘હું અક્ષય કુમાર તથા કર્મા મીડિયા વિરુદ્ધ કેસ કરવાનો છું, કારણ કે તેણે પોતાની અપકમિંગ ફિલ્મ ‘રામસેતુ’માં તથ્યોને ખોટી રીતે બતાવ્યા છે. આ ફિલ્મથી રામસેતુની ઇમેજને નુકસાન થઈ શકે છે. આ કેસ મારા વકીલ સત્ય સભ્રવાલ જુએ છે.

‘રામસેતુ’નું થોડાં સમય પહેલાં એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર જોઈને સો.મીડિયા યુઝર્સે એક્ટરને ઘણો જ ટ્રોલ કર્યો હતો. આ પોસ્ટરમાં અક્ષય કુમાર ગુફામાં એક હાથમાં મશાલ લઈને ઊભો છે. તેની બાજુમાં જેકલિન ટોર્ચ સાથે છે. યુઝર્સને ટોર્ચ તથા મશાલનું લૉજિક સમજમાં આવ્યું નહીં અને તેથી ટ્રોલ કરવામાં આવ્યો હતો.

Read About Weather here

અક્ષય ઉપરાંત ફિલ્મમાં જેકલિન ફર્નાન્ડિઝ, નુસરત ભરૂચા છે. ફિલ્મને અભિષેક શર્મા ડિરેક્ટ કરે છે. પ્રોડ્યૂસર વિક્રમ મલ્હોત્રા છે. આ ફિલ્મ 24 ઓક્ટોબર, 2022ના રોજ રિલીઝ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here