દિલ્હીની એઈમસ હોસ્પિટલમાં લીધા હતા છેલ્લા શ્વાસ
હાસ્ય કલાકાર રાજૂ શ્રીવાસ્તવ છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલ માં હતા. 40થી વધુ દિવસથી વેન્ટિલેટર પર હતા. 10 દિવસથી દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા.
ગત તા. 10 ઓગસ્ટના રોજ રાજુને દિલ્હીની હોટલના જિમમાં હાર્ટ અટેક આવ્યો હતો અને ત્યારે તેને AIIMS હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. રાજૂ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં એડમિટ થયે આજે 10 સપ્ટેમ્બરના રોજ એક મહિનો થયો છે. આ એક મહિનામાં બેવાર રાજુની તબિયત ખરાબ થઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
પરિવારે કહ્યું હતું કે, સાત સપ્ટેમ્બરે રાત્રે 2 વાગ્યાથી ગુરુવાર 8 સપ્ટેમ્બરના રોજ સવારે આઠ સુધી આંખમાં મૂવમેન્ટ જોવા મળી હતી, પરંતુ ડૉક્ટર્સે કહ્યું હતું કે, તેને હોશ આવ્યો તેમ કહી શકાય નહીં. માત્ર 58 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેતા સમગ્ર ફિલ્મજગત તેમજ ચાહકોમાં દુઃખની લહેર પ્રસરી ગઈ છે.

Read About Weather here
રાજૂ શ્રીવાસ્તવ વિશે જાણે તો, તેમણે ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે. તેઓ દેશના લોકપ્રિય કોમેડિયન છે. તેણે ધ ગ્રેડ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, બિગ બોસ, શક્તિમાન, કોમેડી સર્કસ, ધ કપિલ શર્મા શોમાં તેમણે લોકોને હસાવ્યા હતા.

આ સિવાય તેણે મૈંને પ્યાર કિયા, તેઝાબ, બાઝીગર જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ તે ઈન્ડિયન લાફ્ટર ચેમ્પિયનમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પણ જોવા મળેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here