
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી, ન્યુ દિલ્હી દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન તથા ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ પાર્ક, સુરત વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરવામાં આવેલ, તેમ મેયરશ્રી ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન અનિતાબેન ગૌસ્વામીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.નીચેની વિગતે વન્યપ્રાણી વિનીમય કરવામાં આવેલ.રાજકોટ ઝૂએ આપેલ પ્રાણીઓ ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ પાર્ક, સુરત ખાતેથી મેળવેલ પ્રાણીઓ સાબર નર 02 : માદા 02 માર્શ મગર નર 02 : માદા 02ઉપરોક્ત પ્રાણીઓનો ઉમેરો થતા હવે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતીઓના કુલ 550 વન્યપ્રાણી-પક્ષીઓ થયેલ છે. હાલ ચોમાસાની ઋતુ હોય, ઝૂની બન્ને તરફના તળાવો લાલપરી તથા રાંદરડા છલકાઈ ગયેલ છે તેમજ સમગ્ર પ્રાણીસંગ્રહાલય હાલ કુદરતી નૈસર્ગીક જંગલ સ્વરૂપે ખીલી ઉઠેલ છે. જેને જોવા માટે ગત રવીવારના દિવસે 5,277 સહેલાણીઓ ઝૂની મુલાકાતે પધારેલ.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here