સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનાં લગ્ન…!

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનાં લગ્ન…!
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનાં લગ્ન…!
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનાં લગ્ન…! લગ્ન
કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આખરે વેડિંગ વેન્યુ પર કળશ ઢોળી દીધો છે. કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનાં લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થશે! પેલેસ દ્વારા પણ આ વાત પર મહોર મારી દેવામાં આવી છે. ગ્રાન્ડ વેડિંગને લઇને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. લગ્નનાં ફંક્શન 4થી 6 ફેબ્રુઆરી સુધી યોજાશે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનાં લગ્ન…! લગ્ન

Visit Saurashtra Kranti Homepage here

આ લગ્નમાં અંદાજે 100-125 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લગ્નમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ ખાન, મનીષ મલ્હોત્રા, કરન જોહર, વરુણ ધવન, શાહિદ કપૂર-મીરા રાજપૂત અને ઈશા અંબાણી સહિત અનેક સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના કારણે લગ્ન પહેલાં તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.કિઆરા-સિદ્ધાર્થે ભારતનાં ટોપ 15 વેડિંગ ડેસ્ટિનેશનમાં સામેલ જગ્યાની પસંદગી કરી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનાં લગ્ન…! લગ્ન

જેસલમેરની સૂર્યગઢ હોટલ શહેરથી લગભગ 16 કિમી દૂર સેમ રોડ પર આવેલી છે. આ હોટલનું નિર્માણ જયપુરના એક બિઝનેસમેન દ્વારા ડિસેમ્બર 2010માં કરવામાં આવ્યું હતું. લગભગ 65 એકર વિસ્તારમાં ફેલાયેલી આ હોટલ જેસલમેરના પીળા પથ્થરોથી બનેલી છે.આ હોટલ ડેસ્ટિનેશન વેડિંગ માટે દુનિયાભરમાં જાણીતી છે. આ સાથે જ અહીં લગ્ન માટે બેસ્ટ રૂમની સાથે-સાથે સ્વિમિંગ પૂલ અને 65 એકરની હોટલમાં લગ્નનાં તમામ ફંક્શન્સ કરવા માટે એક સરસ લોકેશન મળે છે.હોટલમાં વેડિંગ ફંક્શન માટે અલગ-અલગ જગ્યાઓ બનાવવામાં આવી છે. હોટલનું ઇન્ટિરિયર અને લોકેશન મહેમાનોને ખૂબ જ પસંદ આવે છે. આ કારણે બંનેએ લગ્ન માટે સૂર્યગઢની પસંદગી કરી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનાં લગ્ન…! લગ્ન
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનાં લગ્ન…! લગ્ન


હોટલમાં બાવરી નામની એક જગ્યા બનાવવામાં આવી છે. આ જગ્યા ખાસ લગ્ન માટે જ બનાવવામાં આવી છે. મંડપની આસપાસ ચાર થાંભલા લગાવવામાં આવ્યા છે. આ મંડપમાં કિઆરા-સિદ્ધાર્થ ફેરા ફરી શકે છે. હોટલના તળાવ કિનારે 2 મોટા બગીચા છે. જ્યાં એક હજારથી વધુ મહેમાનો આવી શકે છે.હોટલ સૂર્યગઢમાં કુલ 84 રૂમ અને લગભગ 92 બેડરૂમ છે. રૂમને 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. બેઝ કેટેગરીમાં ફોર્ટ રૂમ, હેરિટેજ અને પેવેલિયનનો સમાવેશ થાય છે. બીજી કેટેગરીમાં સ્વીટ રૂમ કેટેગરીમાં સિગ્નેચર, લક્ઝરી અને સૂર્યગઢ સ્વીટનો સમાવેશ થાય છે. ત્રીજી કેટેગરીમાં 5 વિલા છે, જેમાંથી 3 જેસલમેર હવેલીના નામે અને 2 થાર હવેલીના નામથી જાણીતી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનાં લગ્ન…! લગ્ન

જેસલમેર હવેલી-હોટલ સૂર્યગઢમાં ઘર જેવી ફીલિંગ આવે તે માટે 3 જેસલમેર હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રત્યેક હવેલીને બે અલગ અલગ રૂમ હોય છે. સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે અને મહેલની બધી લક્ઝરી સુવિધાઓ છે.હોટલમાં ખૂબ મોટો ઇન્ડોર ગરમ સ્વિમિંગ પૂલ છે. આ પૂલનું નામ ‘નીલ’ છે. આ ગરમ સ્વિમિંગ પૂલમાં ગરમ પાણીની સુવિધા છે. શિયાળામાં પણ મહેમાનો આરામથી સ્વિમિંગની મજા લઇ શકે છે. આ સાથે જ સેન્ડ નામનું વર્લ્ડ ક્લાસ સ્પા, અખાડા નામનું જિમ પણ છે. જેમાં મહેમાનને તમામ પ્રકારની કસરત કરવાની સુવિધા મળે છે. કાર્ડ્સ નામની એક ઇન્ડોર ગેમ પણ છે. જેમાં તમને કાર્ડ અને બિલિયર્ડ ગેમ્સ રમવા મળે છે. હોટલમાં દ્રાક્ષ નામનું એક બાર પણ છે, જ્યાં તમને દેશ અને દુનિયાનો સૌથી મોંઘો દારૂ મળી શકે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનાં લગ્ન…! લગ્ન


કેમિકલના ઉપયોગ વગર શાકભાજી 100 ટકા ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે, જેનો ઉપયોગ હોટલના સલાડમાં થાય છે. આ સાથે બાળકો માટે મિની ઝૂ પણ છે. આ મિની ઝૂમાં પશુ-પક્ષીઓને રાખવામાં આવે છે. મહેમાનો માટે ઘોડેસવારીની સુવિધા પણ છે, જે ઇન-હાઉસ મહેમાનો માટે મફત છે. જેમાં તળાવની બાજુમાં 3 ઘોડા તમને ઘોડેસવારી કરાવે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનાં લગ્ન…! લગ્ન


ફંક્શન માટે 2 મોટા ગાર્ડનનો પણ સમાવેશ કરવામાં આવે છે. બંને ગાર્ડનમાં ફંક્શન્સનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે તેમનું નામ પણ થોડું લેક સાઇડ અને સેલિબ્રેશન છે. બંનેની બેસવાની ક્ષમતા લગભગ 350થી 400 લોકોની છે. હોટલમાં દરરોજ સાંજે 7:30 થી 8:30 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે. મહેમાનો માટે એક દિવસ સૂફી અને એક દિવસ રાજસ્થાની લોકગીતો રજૂ કરવામાં આવે છે. આ બધી ઘટનાઓ સનસેટ પેટિયો ગાર્ડનમાં થાય છે.

Read About Weather here

ગત વર્ષે હોટલ સૂર્યગઢને રીડર્સ ચોઇસ એવોર્ડ મળી ચૂક્યો છે. દેશની 15 બેસ્ટ હોટલોમાં જેસલમેરની હોટલ સૂર્યગઢને ટ્રાવેલ મેગેઝિન કોંડ નાસ્ટ ટ્રાવેલર દ્વારા વર્ષ 2021 માટે રીડર્સ ચોઇસ એવોર્ડ્સની યાદીમાં છઠ્ઠું સ્થાન આપવામાં આવ્યું છે. આ રેન્કિંગ અપ્રતિમ આતિથ્ય સત્કાર, શાહી વૈભવ અને ગ્રાહક સેવાના માપદંડો પર જાહેર કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here