સિંઘમ ૩ માં અર્જુન કપૂર વિલન ની ભૂમિકા માં જોવા મળશે

સિંઘમ ૩ માં અર્જુન કપૂર વિલન ની ભૂમિકા માં જોવા મળશે
સિંઘમ ૩ માં અર્જુન કપૂર વિલન ની ભૂમિકા માં જોવા મળશે
એક્શન ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ગત ફિલ્મો સિંઘમ અને સિંઘમ રિટર્ન્સ સુપર હિટ રહી હતી. હવે તેઓ પોતાના સુપર કોપની નવી ફિલ્મ સિંઘમ રિટર્ન્સ પર કામ કરી રહ્યા છે. રોહિત શેટ્ટી અત્યારે ફિલ્મના પ્રી-પ્રોડક્શનને લઈને ચર્ચામાં છે. દરમિયાન ફિલ્મમાં વિલનના પાત્રને લઈને અપડેટ આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રોહિત શેટ્ટીની સિંઘમ ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ સિંઘમ અગેનને લઈને અપડેટ આવી છે. ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. સિંઘમ અગેનની સ્ટાર કાસ્ટને મેકર્સ સૌથી વધુ મહત્વ આપી રહ્યા છે. હવે ફિલ્મમાં વિલનના નામ પરથી પણ પડદો ઉઠી ગયો છે.સિંઘમ અગેનને લઈને તાજેતરમાં જ માહિતી આવી હતી કે ફિલ્મમાં ટાઈગર શ્રોફની એન્ટ્રી થઈ છે. હવે ફિલ્મના વિલનના રોલમાં અર્જુન કપૂરને લેવાની માહિતી આવી છે. રિપોર્ટ અનુસાર રોહિત શેટ્ટીએ સિંઘમ અગેનમાં વિલનના પાત્ર માટે અર્જુન કપૂરને ફાઈનલ કરી લીધો છે. એક્ટરની રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં નવી એન્ટ્રી છે. રોહિત શેટ્ટી આ વાતને છુપાવીને રાખવા માંગે છે કે સિંઘમ અગેનમાં અર્જુન કપૂર હીરો નહીં પરંતુ વિલનનું પાત્ર નિભાવી રહ્યા છે. આ ફિલ્મમાં તેમનું સૌથી મોટુ સરપ્રાઈઝ હશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here