સાઉથ એક્ટ્રેસ અમલા પૉલ કેરળના થિરુવૈરાનિકુલમ મહાદેવ મંદિરમાં દર્શન કરવા આવી હતી. અહીંયા તેને દર્શન કરવાની પરવાનગી મળી નહોતી. ત્યારબાદ અમલાએ વિઝિટર બુકમાં ફરિયાદ કરી હતી કે તેની સાથે ધાર્મિક આધાર પર ભેદભાવ કરવામાં આવ્યો છે!
Visit Saurashtra Kranti Homepage here
‘ઇન્ડિયા ટુડે’ના રિપોર્ટ પ્રમાણે, સોમવાર, 16 જાન્યુઆરીના રોજ અમલા મંદિરમાં દર્શન કરવા ગઈ હતી ત્યારે તેણે વિઝિટર બુકમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. બુકમાં અમલાએ લખ્યું હતું, ‘આ દુઃખદ તથા નિરાશ કરનારી વાત છે કે 2023માં ધાર્મિક ભેદભાવ હજી પણ કરવામાં આવે છે. હું દેવીના દર્શન ના કરી શકું, પરંતુ દૂરથી હું તેમને ફીલ કરી શકતી હતી. મને આશા છે કે ટૂંક સમયમાં ધાર્મિક ભેદભાવમાં કંઈક સુધારો આવશે. એક સમય એવો આવશે જ્યારે ધર્મને આધારે વર્તન કરવામાં આવશે નહીં અને તમામની સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે.’
Read About Weather here
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મંદિરના વહીવટી અધિકારીઓએ કહ્યું હતું કે તેમણે માત્ર પ્રોટોકૉલ ફોલો કર્યા હતા. ટ્રસ્ટના સચિવ પ્રસુન કુમારે કહ્યું હતું કે અનેક ધર્મના ભક્તો મંદિરમાં દર્શન કરવા આવે છે, પરંતુ તે કોઈને ખબર પડતી નથી. જોકે, જ્યારે કોઈ સેલબ દર્શન કરવા આવે તો તે મુદ્દો બનાવી દેવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here