
બોલિવૂડ સિંગર અલકા યાજ્ઞિકે સતત ત્રીજા વર્ષે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. અલ્કાએ ટેલર સ્વિફ્ટ, BTS અને બિયોન્સે જેવા વિશ્વના સૌથી મોટા ગાયકોને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે અને યુટ્યુબ પર વર્ષ 2022ની સૌથી વધુ સાંભળેલી ગાયિકા બની છે.
Visit Saurashtra Kranti Homepage here
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અહેવાલ મુજબ, અલ્કા યાજ્ઞિકના ગીતોએ 15.3 બિલિયન સ્ટ્રીમ્સ રેકોર્ડ કર્યા છે, જેનો અર્થ એ છે કે દરરોજ સરેરાશ 42 મિલિયન સ્ટ્રીમ્સ છે. ખાસ વાત એ છે કે તેણે આ સિદ્ધિ પણ છેલ્લા બે વર્ષમાં હાંસલ કરી છે. 2021માં તેની 17 બિલિયન સ્ટ્રીમ્સ હતી અને 2020માં 16.6 બિલિયન સ્ટ્રીમ્સ.

Read About Weather here
યાદીમાં એ પણ બહાર આવ્યું છે કે અલ્કા યાજ્ઞિકનું અત્યંત પ્રખ્યાત ગીત એક દિન આપ યુન હમ કો મિલ જાયેંગે વર્ષ 2021 અને 2020માં યુટ્યુબ પર 16.6 વખત સ્ટ્રીમ થયું હતું.લિસ્ટમાં અલ્કા પછી બેડ બન્ની 14.7 બિલિયન સ્ટ્રીમ્સ સાથે બીજા નંબર પર છે. આ જ યાદીમાં ત્રણ ભારતીય ગાયકો છે. તેમાં ઉદિત નારાયણ (10.8 અબજ), અરિજીત સિંહ (10.7 અબજ) અને કુમાર સાનુ (9.09 અબજ) છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here