રક્ષાબંધન પર્વ અંતર્ગત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દિપીકાબેન સરડવાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં રક્ષાબંધન ઉજવણી અંતર્ગત મહિલા મોરચા દ્વારા રાખડી સ્પર્ધા તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રક્ષા કવચ મોકલવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા ભાજપ કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનો માટે રાખડી સ્પર્ધાનું આયોજન ક2વામાં આવેલ હતું. જેમાં શહેરભરમાંથી અંદાજે 50 થી વધુ બહેનોએ આ રાખડી સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને આ તકે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ બહેનોને રક્ષા બંધનની શુભેચ્છા પાઠવતા અને સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોને ઇનામ તેમજ સર્ટીફીકેટ આપતા જણાવ્યું હતુ કે સમગ્ર ગુજરાતભરમાંથી મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીને રાખડીઓ મોકલી શુભેચ્છા આપવામાં આવતી હોય છે ત્યારે આ તકે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ મહિલા મોરચાને જણાવ્યુ હતુ કે શહેરભરમાંથી જે મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રાખડીઓ મોકલવા માંગતા હોય તેમની રાખડીઓ મારૂતિ કુરીયર દ્વારા વિનામુલ્યે મોકલી આપવામાં આવશે.
Read About Weather here
આ તકે શહેર ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલાએ સહિતનાઓએ શુભેચ્છા પાઠવી હતી આ તકે ઉપસ્થિત અગ્રણી રામભાઈ મોકરીયા, રાજુભાઈ ધ્રુવ, ડો.દર્શિતાબેન શાહ, બીનાબેન આચાર્ય,રક્ષાબેન બોળીયા, કંચનબેન સિધ્ધપુરા, કિરણબેન માંકડીયા, કિરણબેન હરસોડા, લીનાબેન રાવલ, કાશ્મીરાબેન નથવાણી સહિતના ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન કિરણબેન હરસોડા કર્યુ હતુ સ્વાગત પ્રવચન કિરણબેન માંકડીયાએ કર્યુ હતુ અને અંતમાં આભારવિધિ લીનાબેન રાવલે કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા મોરચાએ જહેમત ઉઠાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here