વિવેક અગ્નિહોત્રીની ધ વેક્સિન વૉરનું ટીઝર રિલીઝ:ભારતની પહેલી બાયો સાયન્સ ફિલ્મ હોવાનો દાવો

વિવેક અગ્નિહોત્રીની ધ વેક્સિન વૉરનું ટીઝર રિલીઝ:ભારતની પહેલી બાયો સાયન્સ ફિલ્મ હોવાનો દાવો
વિવેક અગ્નિહોત્રીની ધ વેક્સિન વૉરનું ટીઝર રિલીઝ:ભારતની પહેલી બાયો સાયન્સ ફિલ્મ હોવાનો દાવો
વિવેક અગ્નિહોત્રી પોતાની આગામી ફિલ્મ ધ વેક્સિન વોરને લઈને એકવાર ફરી ચર્ચામાં છે. આ ફિલ્મની કહાની કોરોનાકાળ અને વેક્સિનને અંગે બનેલી છે. સ્વતંત્રતા દિવસના સ્પેશ્યલ અવસરે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મને ઈન્ડિયાની પહેલી બાયો સાયન્સ ફિલ્મ ગણાવાઈ છે. 

Visit Saurashtra Kranti Homepage here

ફિલ્મના આ ટીઝરમાં ઘણુ બધુ કહેવાઈ ગયુ છે. ફિલ્મ કોરોના દરમિયાન વેક્સિન પર બનેલી કહાની છે અને આ ટીઝરની શરૂઆત લેબમાં તૈયાર વેક્સિનથી થાય છે. સત્ય કહાની પર આધારિત આ ફિલ્મના ટીઝરમાં વેક્સિનની સિક્રેટ તૈયારીમાં લાગેલા સાયન્ટિસ્ટ ઉંદર પર આની ટ્રાયલ કરતા જોવા મળી રહ્યા છે. ટીઝરમાં પલ્લવી જોશી સાયન્ટિસ્ટનો રોલ પ્લે કરી રહ્યા છે અને નાના પાટેકર પણ જોવા મળી રહ્યા છે.આ ફિલ્મમાં લીડ રોલમાં વિવેક અગ્નિહોત્રીના પત્ની પલ્લવી જોશી છે. જેમણે ધ કાશ્મીર ફાઈલ્સમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. લોકોએ આ ટીઝર પર મિક્સ્ડ રિવ્યૂ આપ્યા છે. લાંબા સમય બાદ નાના પાટેકર, રેર ફિલ્મ જે આપણા દેશના સાયન્ટિસ્ટને ડેડિકેટેડ છે.

Read About Weather here

અન્ય એક યુઝરે લખ્યુ- દુનિયાને હવે આ અજાણ્યા સત્યની જાણ થવા દો, આતુરતાથી રાહ જોવાઈ રહી છે. અન્ય એકે કહ્યુ, જય હો વિજય હો. તેમજ અન્ય લોકોએ આને પ્રોપેગેન્ડા ફિલ્મ કહી છે.  ફિલ્મ થિયેટર્સમાં 28 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ધ વેક્સિન વોર વેક્સિન બનાવ્યા દરમિયાનના ઘણા સત્યને સામે લાવીને મૂકશે. વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ધ વેક્સિન વોર માં નાના પાટેકર સિવાય અનુપમ ખેર, સપ્તમી ગૌડા અને પલ્લવી જોશી લીડ રોલમાં છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here