વાયકોમ૧૮ કંપનીએ આવતા 5 વર્ષ માટે ટીવી અને ડિજિટલ બીસીસીઆઈના મિડિયા રાઈટ્‍સ હાંસલ કર્યા 

વાયકોમ૧૮ કંપનીએ આવતા 5 વર્ષ માટે ટીવી અને ડિજિટલ બીસીસીઆઈના મિડિયા રાઈટ્‍સ હાંસલ કર્યા 
વાયકોમ૧૮ કંપનીએ આવતા 5 વર્ષ માટે ટીવી અને ડિજિટલ બીસીસીઆઈના મિડિયા રાઈટ્‍સ હાંસલ કર્યા 
વાયકોમ૧૮ કંપનીએ આવતા પાંચ વર્ષ માટે ટીવી અને ડિજિટલ, બંને માધ્‍યમમાં ભારતીય ક્રિકેટ કન્‍ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના મિડિયા રાઈટ્‍સ હાંસલ કર્યા છે. આની જાહેરાત બીસીસીઆઈના માનદ્દ સચિવ જય શાહે કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

યોજવામાં આવેલા ઈ-ઓક્‍શનમાં વાયકોમ૧૮ કંપનીએ સોની સ્‍પોર્ટ્‍સ નેટવર્ક અને ડિઝની હોટસ્‍ટારને પરાજય આપ્‍યો છે. વાયકોમ૧૮ મિડિયા પ્રા.લિ. મુંબઈસ્‍થિત મિડિયા કંપની છે. તે રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝની પેટાકંપની નેટવર્ક૧૮ ગ્રુપ અને પેરામાઉન્‍ટ ગ્‍લોબલનું સંયુક્‍ત સાહસ છે. તેની સ્‍થાપના ૨૦૦૭માં કરવામાં આવી હતી. તે ભારતમાં અનેક ટીવી ચેનલ્‍સ તેમજ કન્‍ટેન્‍ટ પ્રોડક્‍શન સ્‍ટુડિયોઝની માલિકી ધરાવે છે.જય શાહે ટ્‍વીટ કરીને વાયકોમ૧૮ને અભિનંદન આપ્‍યા છે. એમણે સાથોસાથ, પાંચ વર્ષ સુધી બીસીસીઆઈને ટેકો આપવા બદલ સ્‍ટાર ઈન્‍ડિયા અને ડિઝની પ્‍લસ હોટસ્‍ટારનો આભાર પણ માન્‍યો છે.

Read About Weather here

બ્રોડકાસ્‍ટિંગ ક્ષેત્રે વાયકોમ૧૮ નવાંગતુક છે. પોતાની ટીવી ચેનલ સ્‍પોર્ટ્‍સ૧૮ અને ડિજિટલ પ્‍લેટફોર્મ જિયો સિનેમાની મારફત એ ૨૦૨૭દ્ગક સાલ સુધી મહિલાઓની પ્રીમિયર લીગ સ્‍પર્ધાના ટીવી અને ડિજિટલ રાઈટ્‍સ ધરાવે છે. તેણે ૨૦૨૪-૩૧ સુધી ભારતમાં પ્રસારિત થનાર દક્ષિણ આફ્રિકા સાથેની મેચોના રાઈટ્‍સ પણ મેળવ્‍યા છે. વાયકોમ૧૮એ બીસીસીઆઈના મિડિયા રાઈટ્‍સ ડિઝની હોટસ્‍ટાર પાસેથી લઈ લીધા છે. ડિઝની સ્‍ટારે રૂ. ૬,૧૩૮ કરોડમાં ૨૦૧૮-૨૩ સુધીના સમયગાળા માટે ટીવી અને ડિજિટલ રાઈટ્‍સ જીત્‍યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here