’વકીલ સાબ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા ચાહકોમાં તહેવારનો માહોલ

Pawan Kalyan 'વકીલ સાબ'
Pawan Kalyan 'વકીલ સાબ'

પવન કલ્યાણની ફિલ્મ ’વકીલ સાબ’નું ટ્રેલર રિલીઝ થતા થયો હંગામો

Subscribe Saurashtra Kranti here

સાઉથ સ્ટાર પવન કલ્યાણની ફિલ્મ ’વકીલ સાબ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરના પગલે અનેક જગ્યા પર હંગામો થયો હતો. જેના કારણે સાઉથના કેટલાક થિયેટર્સમાં ભાગદોડ મચી ગઈ હતી.
ફિલ્મ ’વકીલ સાબ’નું ટ્રેલર ૨૯ માર્ચે સાંજે ૪ વાગ્યા આસપાસ રિલીઝ કરવામાં આવ્યું હતું જેને જોવા માટે ચાહકો ખુબ જ ઉત્સાહમાં હતા. વિશાખાપટ્ટનમમાં સંગમ સારથ થિયેટરમાં ચાહકોએ તોડફોડ કરી હતી જેનો વીડિયો સો.મીડિયા ઉપર વાયરલ થઈ રહૃાો છે.

સંગમ સારથ થિયેટરમાં બે વાગ્યા ચાહકો ભેગા થવાનું શરૂ થઈ ગયું હતું. થિયેટરની અંદર પહોંચવા માટે ભીડમાં ધક્કામુક્કી થવા લાગી હતી.આ દરમિયાન ભીડે થિયેટરનો કાચ વાળો દરવાજો તોડી અને અંદર પહોંચ્યા હતા. થિયેટરની અંદર જ નહીં પરંતુ રસ્તા અને ઘરોમાં પણ ફિલ્મ ’વકીલ સાબ’માં પવન કલ્યાણની વાપસીને જોવા માટે આતુર થઈ ગયા હતા. ઘણી જગ્યાઓ પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. તો કેટલીક જગ્યા પર અભિનેતાના ફોટોની આરતી ઉતારવામાં આવી હતી. બે વર્ષ પછી અભિનેતાની વાપસીએ ચાહકોમાં તહેવારનો માહોલ બનાવી દીધો હતો.

ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો તેમાં પવન કલ્યાણ સિવાય પ્રકાશ રાજ, નિવેદીતા થોમસ, અંજલી, અનન્યા નગલ્લા, નરેશ, દેવ ગિલ વગેરે છે. શ્રુતિ હસને ફિલ્મમાં રોલ કર્યો છે. ફિલ્મ ૯ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

Read About Weather here

વેણુ શ્રીરામ દ્વારા નિર્દેશિત વકીલ સાબ હિંદી હિટ ફિલ્મ પિંકનું ઓફિશિયલ તેલુગૂ રીમેક છે. જેને ડાયરેક્ટર અનિરૂદ્ધ રોય ચૌધરીએ બનાવી છે. પિંક ફિલ્મમાં અમિતાભ બચ્ચને વકીલની ભૂમિકા નિભાવી હતી. તો હવે તેની રિમેકમાં પવન કલ્યાણ વકીલના પાત્રમાં જોવા મળશે. જેમાં ત્રણ મહિલાઓના પાત્રની આસપાસ ફિલ્મની સ્ટોરી બનાવવામાં આવી છે. પવન કલ્યાણ વકીલના પાત્રમાં છે. જે ત્રણેય છોકરીઓના ન્યાય માટે લડે છે. તો સાથે સાથે પ્રકાશ રાજ આરોપી તરફથી કેસ લડી રહૃાા છે. આ કોર્ટ રૂમ ડ્રામાને જોતા માટે ચાહકો ખુબ જ ઉત્સાહીત છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous article‘રામસેતુ’ ફિલ્મનું શૂટિંગ શરૂ થતા અક્ષય કુમારે પોતાના નવા લુકનો ફોટો શેર કર્યો
Next articleશેરબજારમાં તેજીના તોફાન બાદ 569 પોઇન્ટનું ગાબડુ