‘રામસેતુ’ ફિલ્મનું શૂટિંગ શરૂ થતા અક્ષય કુમારે પોતાના નવા લુકનો ફોટો શેર કર્યો

રામસેતુ-અક્ષય
રામસેતુ-અક્ષય

રામસેતુ ફિલ્મને લઇને અક્ષય કુમારની ખૂબ પ્રશંસા થઈ રહી છે

Subscribe Saurashtra Kranti here

સુપરસ્ટાર અક્ષય કુમાર પોતાની આગામી મહત્વકાંક્ષી ફિલ્મ ’રામસેતુ’ને લઈ ખૂબ ઉત્સાહિત છે. ફિલ્મ ’રામસેતુ’ને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે. તાજેતરમાં જ અક્ષય કુમાર અને એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ અને નુશરત ભરૂચા સાથે અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન રામ સમક્ષ શીશ નમાવી આશીર્વાદ લીધા હતા.

અક્ષય કુમારે સો.મીડિયા થકી જાહેરાત કરી હતી, આજથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર ’રામસેતુ’ સાથે પોતાના લુકનો ફોટો શેર કર્યો હતો. જેમાં અક્ષય કુમાર લાંબા વાળ સાથે અલગ અવતારમાં જોવા મળે છે. આ તસ્વીર લોકોને ખૂબ પસંદ આવી છે.

Read About Weather here

અક્ષય કુમારે ફોટો શેર કરવાની સાથે ફિલ્મ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, આ ફિલ્મ મારા માટે ખૂબ જ ખાસ છે. ફિલ્મ બનાવવાની સફર આજથી શરૂ થઈ રહી છે. ’રામસેતૂ’ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં પુરાતત્ત્વવિદની ભૂમિકા નિભાવી રહૃાો છે. તેણે સો.મીડિયા પોસ્ટમાં કહૃાું, આ લૂક પર મને તમારા વિચારો જાણવા ગમશે. આ પોસ્ટ પર મોટી સંખ્યામાં કમેન્ટ્સ આવી છે. જેના પરથી ફલિત થાય છે કે, અભિનેતાનો આ દેખાવ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહૃાો છે. અક્ષય કુમારની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here