રાજકોટ:નાના મવા ચોકના મેળાના મેદાનનું ભાડુ ત્રણ ગણુ આવ્યું

રાજકોટ:નાના મવા ચોકના મેળાના મેદાનનું ભાડુ ત્રણ ગણુ આવ્યું
રાજકોટ:નાના મવા ચોકના મેળાના મેદાનનું ભાડુ ત્રણ ગણુ આવ્યું
આ વર્ષે ત્રણ ગણાથી વધુ એટલે કે 51 લાખનું ભાડુ મનપાને ઓફર કરાયું છે તો સાધુ વાસવાણી રોડ અને અમીન માર્ગ ખુણાના પ્લોટમાં કોઇ ખાનગી મેળાના આયોજકે રસ દાખવ્યો નથી.આ અંગે એસ્ટેટ વિભાગમાંથી મળતી વિગતો મુજબ ગત મહિને મહાપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા ત્રણ પ્લોટમાં ખાનગી મેળા યોજવાની મંજુરી આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

નાના મવા ચોકમાં દર વર્ષે ખાનગી મેળો હિટ જાય છે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી આ ચોકનું 9400 ચો.મી.નું મેદાન ભાડે આપવા પ્રતિ ચો.મી. રૂા.પાંચના ભાડા લેખે અપસેટ કિંમત નકકી કરવામાં આવી હતી. ગત વર્ષે આ ભાવ સામે રૂા.5.50નો એટલે કે રૂા.15 લાખની ઓફર આવી હતી. આ વર્ષે પણ તેનાથી થોડો વધુ ભાવ આવશે તેવી એસ્ટેટ વિભાગને આશા હતી.દરમ્યાન નાના મવાના પ્લોટ માટે કુલ ચાર પાર્ટીએ ટેન્ડર ભર્યા હતા. તેમાંથી બે પાર્ટીએ ડીપોઝીટ ભરી નહીં હોવાથી તેમના ટેન્ડર માન્ય રહ્યા ન હતા. એક પાર્ટીએ રૂા.10.30નો ભાવ ઓફર કર્યો હતો. પરંતુ પ્રથમ નંબરે મહાવીર પોલીપ્રિન્ટ નામની પાર્ટીએ અધધ રૂા. 16.30નો ભાવ ઓફર કર્યો છે. સફાઇ, જુદા જુદા કરવેરા આ ભાવ ઉપર પાર્ટીએ ભરવાના હોય છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના પ્રાઇમ લોકેશનમાં આવેલા મેદાનો દર વર્ષે ખાનગી મેળા માટે ભાડે આપવામાં આવે છે. આ વર્ષે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં નાના મવા ચોકના પ્લોટ માટે અગાઉના તમામ વર્ષોના ભાવના રેકોર્ડ તોડી એક મહિના માટે અધધ રૂા.51 લાખના ભાડાની ઓફર આવતા મનપાને ચાંદી ચાંદી થઇ છે. કારણ કે હવેના વર્ષોમાં આટલા ભાવ જોતા મનપા મેળાના મેદાનની અપસેટ કિંમત પણ વધારી શકે છે.

Read About Weather here

ગત વર્ષના 15 લાખના ભાવ સામેદરમ્યાન કોર્પોરેશને કુલ ત્રણ મેદાન માટે ટેન્ડર બહાર પાડયા હતા તેમાં અમીન માર્ગના ખુણે ફૂડ કોર્નર સામેના ખુણે આવેલા વિશાળ પ્લોટમાં કોઇએ ઓફર આપી નથી. એટલે કે આ વખતે આ પ્લોટમાં ખાનગી મેળો નહીં થાય. વધુમાં સાધુ વાસવાણી રોડ પર આવેલા પ્લોટમાં મેળો યોજવા પણ કોઇ પાર્ટીએ રસ નહીં લેતા આ મેદાન પણ ભાડે ગયું નથી.એટલે કે આ વખતે મનપાને આ એક પ્લોટમાંથી જ રૂા.51 લાખની આવક થવાની છે. કોર્પો.ના ઇતિહાસમાં પહેલી વખત ખાનગી મેળાના મેદાનની ભાડાની આટલી આવક થઇ છે. ખાનગી મેળા તો દર વર્ષે ભરાતા હોય છે. પરંતુ આ વખતે ત્રણ ગણુ ભાડુુ આવવાનું છે. આટલી મોટી ઓફરથી તંત્રને પણ આશ્ચર્ય થયું છે પરંતુ તિજોરીને તો મોટો ફાયદો થયો છે. બીજી તરફ રેસકોર્ષના લોકમેળામાં હજુ રાઇડસની ફી માટે વિવાદ ચાલુ હોય તે કારણે પણ ખાનગી મેળાઓમાં ઘણા લોકો ધંધો કરવા વળી રહ્યાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here