આપ સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા 13 મેના રોજ સગાઈ કરશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બંનેના પરિવાર છેલ્લા ઘણા દિવસોથી એકબીજાના સંપર્કમાં હતા. જોકે તેઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, તેથી તારીખની જાહેરાત કરવામાં સમય લાગી રહ્યો હતો. હવે એ વાત લગભગ કન્ફર્મ થઈ ગઈ છે કે બંને 13 મેના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં સગાઈ કરશે.
Visit Saurashtra Kranti Homepage here
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, રિંગ સેરેમની દિલ્હીમાં યોજાશે. આ માટે રાજકારણ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ 150 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.રાઘવ કે પરિણીતીમાંથી કોઈએ પણ આ સમાચારને સત્તાવાર સમર્થન આપ્યું નથી. થોડા દિવસો પહેલાં બંને મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાં સાથે જોવા મળ્યાં હતાં. મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં, જ્યાંથી તેઓ દિલ્હી જવા માટે ફ્લાઇટમાં ગયાં હતાં. છેલ્લા એક મહિનામાં બંને ઘણી વખત એકબીજા સાથે લંચ માટે ગયાં છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here