રવિવારે મારી ઉણપ એજ મારી તાકાત કાર્યક્રમ યોજાશે

રવિવારે મારી ઉણપ એજ મારી તાકાત કાર્યક્રમ યોજાશે
રવિવારે મારી ઉણપ એજ મારી તાકાત કાર્યક્રમ યોજાશે
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આગામી 6 ઓગસ્ટને રવિવારના સવારે 10 કલાકે હેમુગઢવી હોલ ખાતે મારી ઉણપ એ જ મારી તાકાત કાર્યક્રમ યોજાશે. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે યોજાનાર આ વિશેષ કાર્યક્રમમાં પ્રખર ભાગવતાચાર્ય પ.પૂ. સંત ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહી આર્શીવાદ પાઠવશે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા 19 વર્ષથી બાળકોમાં થતા ડાયાબિટીસને નાથવા જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ પ્રયત્નશીલ છે અને આ સંસ્થા અનોખું અભિયાન નિ:સ્વાર્થ ભાવે ચલાવી રહી છે. તા.6 ઓગસ્ટના રોજ યોજાનાર ડાયાબિટીસ અંગેના બે દિવસીય મેગા ચેકઅપ કેમ્પ તથા માર્ગદર્શક કેમ્પના ઉદ્ઘાટન ભાઈશ્રી રમેશભાઈ ઓઝા કરશે. કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે રાજય સરકારના આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલ તથા રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા રહેશે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને રૂ.2500ની કિંમતની ડાયાબિટીસમાં ઉપયોગમાં લેવાની ઈન્સ્યુલીન સીરીઝ, ગ્લુકોમીટર સ્ટ્રીપ નિ:શુલ્ક આપશે. વધુમાં બે દિવસીય ચેકઅપ કેમ્પમાં બાળકોની લાઈફ લાઈન ગણાતા ડો. નિલેશ દેત્રોજા, ડો પંકજ પટેલ, ડો. હર્ષ દુર્ગીયા, ડો. સાગર બરાસરા, ડો. ઝલક શાહ, ડો. ચેતન દવે પોતાની અમૂલ્ય સેવા પ્રદાન કરશે.બધા જેડી બાળકો તેમજ તેમના વાલી માટે જમવાની વ્યવસ્થા બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલ છે, આ કાર્યક્રમમાં શ્રી નાગર બોર્ડિંગનો સહયોગ પ્રાપ્ત થયો છે,  બંને દિવસનું મેડિકલ ચેકઅપનું સ્થળ શ્રી અનંતજી વડનગરા નાગર બોર્ડિંગ, ટાગોર રોડ, રાજકોટ  છે,  સમય સવારે 10 વાગ્યાનો છે.

જેડીએફ રાજકોટ દ્વારા યોજાનાર આ ડાયાબિટીસ અંગેના કાર્યક્રમમાં વિશેષ અતિથી તરીકે  ડો. ભરતભાઈ બોઘરા,  રમેશભાઈ ટીલારા (ધારાસભ્ય) ઇન્દુભાઈ વોરા, શંભુભાઇ પરસાણા (અગ્રણી ઉદ્યોગપતિ – પ્રશાંત કાસ્ટિંગ) યોગેશભાઈ લાખાણી (સીનિયર એડવોકેટ -અમદાવાદ) ભાનુબેન બાબરીયા (કેબીનેટ મંત્રી-ગુજરાત રાજય) ડો.પ્રદિપભાઈ ડવ (મેયર) મુકેશભાઇ શેઠ (અગ્રણી બિલ્ડર – શેઠ બિલ્ડર્સ) મનેશભાઇ માડેકા (ચેરમેન-રોલેક્ષ રીંગ્સ લિ.) નટુભાઇ શાહ (જૈન શ્રેષ્ઠી, અગ્રણી ઉદ્યોગપતિ) ડો.દર્શિતાબેન શાહ (ધારાસભ્ય-ગુજરાત રાજય) આનંદભાઈ પટેલ મ્યુનિસિપલ કમિશનર પરેશભાઈ ગજેરા (પ્રમુખ-રાજકોટ બિલ્ડર્સ એસો.) પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ પટેલ (અગ્રણી ઉદ્યોગપતિ-પટેલ બ્રાસ) ઉદયભાઈ કાનગડ, (ધારાસભ્ય) મુકેશભાઇ દોશી (પ્રમુખ-રાજકોટ શહેર ભા.જ.પ.) રાજુભાઇ પોબારૂ (પ્રમુખ-લોહાણા મહાજન) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડશે.

Read About Weather here

તથા જગતસિંહ જાડેજા સંજયભાઇ શેઠ (લાધાભાઇ ઝવેરચંદ શેઠ એન્ડ કુા.) ડો.નયનભાઈ પી. જાની (ડાયરેકટર-ગુજરાત હેલ્થ) સંજીવભાઇ ફાટક (ખ્યાતનામ ડાયાબીટોલોજીસ્ટ-અમદાવાદ) નારણભાઈ પટેલ (ઈન્ડીયા બ્રાસ વર્કસ પ્રા. લિ.) ડો.જે. પી. ભટ્ટ  (ભટ્ટ પેથોલોજી) ગણેશભાઈ સાવલીયા (ગણેશ મંડપ સર્વિસ) કમલેશભાઇ શાહ ( અગ્રણી ધારાશાસ્ત્રી) કીરીટભાઈ સંઘવી (સેક્રેટરી-અજરામર જૈન સંઘ) મયુરભાઈ શાહ (સેક્રેટરી-પંચનાથ હોસ્પિટલ) ભરતભાઇ શાહ (અગ્રણી ઉદ્યોગપતિ – મુંબઇ) જીજ્ઞાબેન પ્રશાંતભાઈ પરસાણા (પ્રશાંત કાસ્ટીંગ પ્રા. લિ.) વૈશાલીબેન પારેખ (મોટીવેશનલ સ્પીકર) વિજયભાઈ મજીઠીયા (ટ્રસ્ટી-લોહાણા મહાજન-પોરબંદર) રોહીતભાઇ લાખાણી (પુર્વ પ્રમુખ-રોટરી કલબ – પોરબંદર) પ્રીતેશભાઈ લાખાણી (અગ્રણી ઉદ્યોગપતિ-પોરબંદર) સુરેશભાઇ દ્વિવેદી (ઇમ્પીરીયલ સર્જીકલ) ડો.એચ. એલ. કણસાગરા (સિનીયર પેથોલોજીસ્ટ – જુનાગઢ) વિનોદભાઇ નથવાણી (બિઝનેસ ક્ધસલ્ટન્ટ- અમદાવાદ) પ્રફુલભાઇ ગોસ્વામી, દિવાકરભાઇ મિત્તલ, શાંતુભાઇ રૂપારેલીયા, દેવાંગભાઈ માંકડ (કોર્પોરેટર) ડો.બંસીભાઈ સાબુ (ખ્યાતનામ ડાયાબીટોલોજીસ્ટ- અમદાવાદ) પુષ્કરભાઇ પટેલ (સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન) અનીલભાઈ પટેલ, કલ્પકભાઈ મણીયાર, નરેન્દ્રભાઇ પાંચાણી, ધર્મેશભાઇ સાંગાણી, કનૈયાલાલ રામાનુજ, અનુપમભાઇ દોશી, હિરેનભાઈ કોટક, ભૈરવીબેન લાખાણી, વિનોદભાઈ લાઠીયા, ડો. રંજના મજીઠીયા (પ્રિન્સી. આર્ય ક્ધયા ગુરૂકુળ-પોરબંદર) જયેશભાઇ પતાણી (પુર્વ પ્રમુખ-રોટરી કલબ-પોરબંદર)

જયેશભાઇ ઉપાધ્યાય (બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ) ભાગ્યેશભાઈ વોરા  (ફ્રિડમ યુવા ગ્રુપ) અલ્પેશભાઈ ઠકકર (થેલેસેમીયા નાબુદી અભિયાન – અમદાવાદ) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જેડીએફ રાજકોટના મેનેજીંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી સહિતના સંસ્થાના સભ્યો જહેમત ઉઠાવી રહયા છે. કાર્યક્રમમાં હાજર રહી ટાઈપ 1 ડાયાબિટીસ બાળકો અને તેમના પરિવારજનોને હૂંફ આપવા જેડીએફ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here