રવિવારે બેટી બચાવો,બેટી પઢાઓ સાયકલ મેરેથોન રેલી

રવિવારે બેટી બચાવો,બેટી પઢાઓ સાયકલ મેરેથોન રેલી
રવિવારે બેટી બચાવો,બેટી પઢાઓ સાયકલ મેરેથોન રેલી
જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટ. ફેડરેશન-સૌરાષ્ટ્ર રીજીયન પ્રાયોજીત રાજકોટ ઝોન પરિવાર સંકલિત સંગીની જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ મીડટાઉન આયોજિત આશ્રય કમિટિ-ફેડરેશન સેવા સપ્તાહ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ સાયકલ મેરેથોન રેલી આગામી રવિવાર તા.20 ઓગષ્ટના રોજ સવારે 6:30 કલાકે. બહુમાળી ભવનથી જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, ઇમ્પીરીયલ હોટલ, જાગનાથ મંદિર, ધર્મેન્દ્ર કોલેજ, રામકૃષ્ણ આશ્રમ, માલવિયા ચોક સર્કલને ફરી રાષ્ટ્રીય શાળાના ગ્રાઉન્ડમાં સમાપન થશે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત સંગિની જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ મીડટાઉન દ્વારા કે.જે. કોટક ગર્લ્સ હાઈસ્કુલમાં 150 લીટરનું વોટર કુલર પણ અર્પણ કરવામાં આવનાર છે. સાથે સાથે 13 બાળાઓને શૈક્ષણિક ક્ષેત્રે દત્તક લેવામાં પણ આવેલ છે જે નરેન્દ્રભાઈ મોદીની ઝુંબેશ બેટી બચાવો-બેટી પઢાવો સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરે છે.સંગિની જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ મીડટાઉન જે હંમેશા કંઈક હટકે કાર્યક્રમ આપવા ટેવાયેલું છે. સૌરાષ્ટ્રરીજીયન પ્રાયોજિત અને રાજકોટ ઝોન આયોજિત તા.20-8 ના રવિવારના રોજ ફેડરેશન ડે સેવા સપ્તાહ સમાપન યોજવા જઈ રહ્યું છે ત્યારે ફેડરેશનના સન્માનનીય પદાધિકારીઓ અને રીજીયનના હોદ્દેદાર મિત્રોની હાજરીમાં બેટી બચાવો-બેટી પઢાવોનાં અનેક સ્લોગન બેનર અને નારાઓ સાથે ભવ્યથી ભવ્ય મેરેથોન રેલીમાં 306 સાયકલ સાથે સ્કૂલની બાળાઓ, 108 સ્કૂટર ડી.જે. પાર્ટી જોડાશે. આ સાયકલ મેરેથોન રેલીમાં ફેડરેશનના પ્રમુખ, અમીપભાઇ દોશી, સેક્રેટરી જનરલ ચિરાગભાઇ ચોકસી, ઉપપ્રમુખ બકુલેશભાઇ વીરાણી, મનીષભાઇ દોશી, પી.આર.ઓ. મનીષભાઇ શાહ પૂર્વ પ્રમુખ સુરેશભાઇ કોઠારી હરેશભાઇ વોરા, સૌરાષ્ટ્ર રીઝીયન ચેરમેન કાર્તીકભાઇ શાહ, ઇલેકટ ચેરમેન સેજલભાઇ કોઠારી, વાઇસ ચેરમેન જયેશભાઇ વસા, નીલેશભાઇ કોઠારી, ઝોન કો.

Read About Weather here

ઓર્ડીનેટર રાજેશભાઇ મોદી, સૌરાષ્ટ્ર રીઝીયન સંગીની ક્ધવીનર સેજલબેન દોશી, સૌરાષ્ટ્ર રીઝીયન પી.આર.ઓ. મીરાબેન દોશી, સેવા સપ્તાહ સમાપન સમારોહ પ્રોજેકટ ચેરમેન મેહુલભાઇ દામાણી, પ્રોજેકટ કો. ચેરમેન નિલેશભાઇ ભાલાણી ઉપરાંત રાજકોટ ઝોન સૌરાષ્ટ્ર રીઝીયન કમિટી ચેરમેનઓ રાજકોટ ઝોન સામેલ ગ્રુપ્સ જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, યુવા, સેન્ટ્રલ, પ્રાઈમ ઉપરાંત સંગીની એલીટ અને સંગીની પ્રાઈમનાં ગ્રુપ પ્રમુખ તથા હોદેદારઓ અને સંગીની જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ મીડટાઉનનાં પ્રમુખ પ્રિતીબેન શાહની આગેવાની હેઠળ ગ્રુપનાં કમીટી મેમ્બરો આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યરત બન્યા છે.તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here