Apple કંપની ટૂંક સમયમાં ભારતમાં વાયરલેસ ઇયર બડ્સ એરપોડ્સનું ઉત્પાદન શરૂ કરશે. આ પછી મેડ ઇન ઇન્ડિયા એરપોડ્સનો સમગ્ર વિશ્વમાં દબદબો વધી જશે. વાત જાણે એમ છે કે, ફોક્સકોનની હૈદરાબાદ ફેક્ટરીમાં એપલ એર પોડ્સનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
ફોક્સકોન આઇફોન સહિત ઘણા એપલ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. ફોક્સકોને હૈદરાબાદ પ્લાન્ટ માટે US$ 400 મિલિયનના રોકાણની મંજૂરી આપી દીધી છે. તેમજ ડિસેમ્બર 2024 સુધીમાં આ પ્લાન્ટમાં મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એક સ્ત્રોતને ટાંકીને આ માહિતી આપી છે. જોકે એપલ અને ફોક્સકોને હજુ સુધી આ માહિતીની પુષ્ટિ કરી નથીએપલના એરપોડ્સ ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. મજબૂત સાઉન્ડ ક્વોલિટી સહિત તેમાં ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં બહેતર અવાજ રદ કરવાની સુવિધા પણ છે, જે ઑડિયો કૉલ દરમિયાન આસપાસના અવાજને દૂર કરવાનું કામ કરે છે. એટલું જ નહીં કંપનીએ તેમાં એક ખાસ ફીચર આપ્યું છે, જે દરેક વ્યક્તિના કાનની સાઈઝ પ્રમાણે અવાજને ટ્યુન કરવાનું કામ કરે છે. ભારતમાં બનાવેલ Appleના iPhone પછી એરપોડ્સ બીજી પ્રોડક્ટ હશે જેનું ઉત્પાદન ભારતમાં શરૂ થશે. આ બીજી મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ હશે જે વિશ્વભરના માર્કેટમાં ઉપલબ્ધ થશે. જણાવી દઈએ કે Appleના એરપોડ્સ TWS (સાચા વાયરલેસ સ્ટીરિયો) વિશ્વભરના બજારમાં વેચાય છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here