ભારત દેશ હવે ‘સુપરપાવર’ બનવાની રેસમાં:વિશ્વને હંફાવવા તમામ ક્ષેત્રોમાં આજે અગ્રેસર

77માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે
77માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે
વિશ્વભરમાં ભારત દેશ આજે એક મજબૂત લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. ત્યારે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર અને 76માં વર્ષમાં પ્રવેશ કરતી વેળાએ ભારત આજે વિશ્વને દરેક ક્ષેત્રે હંફાવી રહ્યું છે. એ પછી ડિજિટલ ક્ષેત્ર હોય, ટેક્નોલોજી ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર હોય કે પછી ડિફિન્સ ક્ષેત્ર. તમામ ક્ષેત્રોમાં આજે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમ કે અર્થતંત્રની વાત કરીએ તો પહેલાં ભારત વિશ્વના ટોપ-10 અર્થતંત્રમાં પણ નહોતું પરંતુ 2023માં ભારત પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે. ત્યારે આજે જોઇશું કે ભારતે કઇ એવી 10 મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી લીધી છે કે જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની એક આગવી ઓળખ ઊભી કરી.  તાજેતરમાં ખુદ PM મોદીએ પણ જણાવ્યું હતું કે, ‘2014માં જ્યારે તેઓએ સત્તા સંભાળી હતી તો ભારત વિશ્વની 10માં નંબરની અર્થવ્યવસ્થા હતી જ્યારે આજે 2023માં પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે.’ જ્યારે IMFએ પણ અનુમાન લગાવ્યું છે કે, ભારત 2027 સુધીમાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. ભારત 3,750 અરબ ડૉલરની GDP સાથે બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે. જ્યારે પહેલા નંબર પર અમેરિકા, બીજા નંબરે ચીન તો ત્રીજા નંબર પર જાપાન અને ચોથા નંબરે જર્મની છે. પરંતુ પરચેજિંગ પાવર પેરિટી (Purchasing Power Parity) ના જણાવ્યાં અનુસાર, હાલમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પરચેજિંગ પાવર પેરિટીએ કરેલી તુલના મુજબ, ભારત 11.8 લાખ કરોડ ડૉલર સાથે વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી છે.

જ્યારે ભારતથી આગળ માત્ર અમેરિકા અને ચીનનો સમાવેશ થાય છે. ભારત આજે દરેક ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિના પંથે જઇ રહ્યો છે. ત્યારે ટેલિકોમ ક્ષેત્રની જો વાત કરીએ તો છેલ્લાં કેટલાક વર્ષોમાં ડિજીટલ ક્ષેત્રે દેશમાં ક્રાંતિકારી કામગીરી થઈ રહી છે. દેશમાં અંદાજે 90 કરોડથી વધારે લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા થયાં છે. ત્યારે એક રિપોર્ટ મુજબ, ભારત આજે સૌથી વધારે સ્માર્ટફોન યુઝર્સ ધરાવતા દેશોમાં ચીન બાદ આજે બીજા ક્રમાંકે સ્થાન ધરાવે છે. ટેલિકોમ ક્ષેત્રમાં ભારત સતત આગળ વધતું રહ્યું છે. ખાસ કરીને મોબાઇલ ટેક્નોલોજીમાં ભારતે છેલ્લા 9 વર્ષમાં મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. વિશ્વના ખાસ દેશોમાં ભારત એક એવો દેશ છે કે જેને પોતાના દમ પર 5G ટેક્નોલોજી લોન્ચ કરી અને હવે 6G લોન્ચ કરવાની દિશામાં કામ કરી રહ્યો છે.

Read About Weather here

બીજી બાજુ ડિજિટલ પેમેન્ટ એટલે કે ઓનલાઇન પેમેન્ટ ક્ષેત્રે પણ ભારત આજે સૌથી આગળ છે. ભારતમાં ઘણાં ડિજિટલ વૉલેટ ઉપલબ્ધ છે, જેમાં Paytm, BHIM UPI, Phone પે, Google પે સહિત અનેક એપ્લિકેશનો ઉપલબ્ધ છે કે જેના દ્વારા લોકો ઓનલાઇન પેમેન્ટ કરતા હોય છે. કરોડો લોકો હાલમાં ઓનલાઈન પેમેન્ટ તરફ આગળ વધ્યાં છે. કારણ કે તમને જણાવી દઇએ કે, ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટર્નલ ટ્રેડના સચિવ અનુરાગ જૈને ગયા મહિને એવો દાવો કર્યો હતો કે, રિયલ ટાઈમમાં અમેરિકા, ચીન અને યુરોપ સાથે મળીને જેટલી ઓનલાઇન ડિજિટલ લેવડ-દેવડ કરે છે તેના કરતાં વધારે લેવડ-દેવડ તો ભારત કરે છે. તાજેતરમાં જ નેટ પ્રોગ્રામ અંતર્ગત દેશના 6.40 લાખ ગામડાઓમાં સરકાર બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પહોંચાડવાની તૈયારી કરી રહી છે. ગામડાઓમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 1.39 લાખ કરોડના ખર્ચને મંજૂરી આપી દીધી છે. સંચાર મંત્રાલયે જણાવ્યું કે ભારત નેટના વિસ્તરણ પ્રોજેક્ટને લગભગ 2 જ વર્ષમાં હાંસલ કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું કે આઠ મહિનામાં દેશની 60 હજાર ગ્રામ પંચાયતના ગામડાઓમાં પાઇલટ પ્રોજેક્ટની સફળતા બાદ આ વિસ્તરણ પ્રોજેક્ટનો નિર્ણય લેવામાં આવ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here