ફિલ્મ ’RRR’માં એક્ટરના પાત્રનું મોશન પોસ્ટર કર્યું રિલીઝ

Ajay Devgns first look from-RRR
Ajay Devgns first look from-RRR

’બાહુબલી’ સીરિઝના ડાયરેક્ટર રાજમૌલીની મહત્વાકાંક્ષી ફિલ્મોમાંથી એક ’RRR’ છે

રાજમૌલીએ અજયને આપી બર્થ-ડે ગિફટ

Subscribe Saurashtra Kranti here

બોલિવુડ એક્ટર અજય દેવગણ આજે પોતાનો 52મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહૃાો છે. અજયના બર્થ ડે પર તેને સૌથી ખાસ ગિફટ આગામી ફિલ્મ ’RRR’ના ડાયરેક્ટર એસ. એસ. રાજમૌલી તરફથી મળી છે. અજય દેવગણના બર્થ ડે પર ’RRR’ ફિલ્મમાંથી એક્ટરના પાત્રનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

મોશન પોસ્ટરનો એક મિનિટનો વિડીયો શેર કરતાં ડાયરેક્ટરે લખ્યું, “લોડ…એઈમ…શૂટ…તે પોતાના લોકોને સશક્ત કરીને શક્તિ મેળવે છે. #RRR ફિલ્મમાંથી અજય દેવગણને રજૂ કરું છું.”

વિડીયોમાં અજય દેવગણ યુદ્ધ મેદાનમાં ઊભેલો જોવા મળે છે. તેની આસપાસ લોકો ટોળું કરીને ઊભા છે. તેઓ ’લોડ, એઈમ, શૂટ’ એમ બોલી રહૃાા છે. વિડીયોના અંતે અજય દેવગણ પોતાના પર લપેટાયેલી શાલ કાઢી નાખે છે. અજય દેવગણના પહેરવેશ અને લૂક પરથી લાગી રહૃાું છે તે ફિલ્મમાં યોદ્ધાના રોલમાં જોવા મળશે.

અજય દેવગણે પણ આ મોશન પોસ્ટર શેર કરીને રાજમૌલીનો આભાર માન્યો છે. તેણે મોશન પોસ્ટર શેર કરતાં લખ્યું, “લોડ. એઈમ. શૂટ. શક્તિશાળી અને ઉત્કંઠા જગાવનારા પાત્રમાં મારી કલ્પના કરવા બદલ તમારો આભાર એસ.એસ. રાજમૌલી. #RRR #RRRMovie.”

’બાહુબલી’ સીરિઝના ડાયરેક્ટર રાજમૌલીની મહત્વાકાંક્ષી ફિલ્મોમાંથી એક ’આરઆરઆર’ છે. આ ફિલ્મમાં જૂનિયર NTR, રામ ચરણ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. અજય દેવગણ પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળશે. અગાઉ આલિયા ભટ્ટના બર્થ ડે પર ’ સીતા’ના પાત્રમાં આ ફિલ્મનો તેનો લૂક જાહેર કરાયો હતો. જે બાદ થોડા દિવસ પહેલા રામ ચરણના બર્થ પર ’રામ’ના રોલમાં તેનો લૂક પણ જાહેર થયો હતો. આ ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે.

Read About Weather here

’આરઆરઆર’ આઝાદીના બે મહાન લડવૈયાઓ અલ્લુ સીથારામા રાજુ અને કોમારમ ભીમ પર આધારિત કાલ્પનિક વાર્તા છે. આ ફિલ્મ ૩૦ જુલાઈ ૨૦૨૧ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here