ફિલ્મ ’હેરા ફેરી-૩’ અંગે મોટી ખબર, પ્રોડ્યૂસર ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું…

199
હેરા ફેરી-3
હેરા ફેરી-3

પ્રોડ્યૂસર ફિરોઝ નડિયાદવાલાએ ફિલ્મ ’હેરા ફેરી-૩’ અંગે કર્યું કન્ફર્મ, સ્ક્રિપ્ટ તૈયાર

Subscribe Saurashtra Kranti here

રાજૂ, શ્યામ અને બાબૂ ભૈયા આપને યાદ જ હશે. હેરા ફેરીનાં પહેલાં પાર્ટમાં તેમની મસ્તી અને પછી બીજા પાર્ટમાં ધમાલ મચાવ્યા બાદ હવે આ તિકડી ત્રીજો પાર્ટમાં સાથે જોવા મળશે. ફિલ્મ હેરાફેરીની રિલીઝને ૨૧ વર્ષ પૂર્ણ થવા પર ફિલ્મનાં પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ ’હેરા ફેરી ૩’ અંગે કન્ફર્મ કર્યું છે કે, તે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે ત્રીજી ઇન્સટોલમેન્ટ લઇને આવી રહૃાાં છે.

હેરાફેરીનાં પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ એક એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ સાથે વાત કરતાં જણાવ્યું, સક્રિપ્ટ તૈયાર થયા બાદ આ તિકડી ફિલ્મનાં ત્રીજા પાર્ટની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું, આ વખતે આઇડિયા ફક્ત હેરા ફેરી ૩નો નથી પણ અમે આગળ પણ આ સિરીઝ ચાલુ રાખીએ એવું વિચારીએ છીએ.

પ્રોડ્યુસરનું કહેવું છે, અમે આ સ્ક્રિપ્ટ અંગે વધુ ધ્યાન આપી રહૃાાં છીએ. હવે જ્યારે બધુ જ બરાબર ગોઠવાઇ રહૃાું છે તો હું ઇચ્છીશ કે, હવે ૨-૩ હેરાફેરી સાથે બનાવીએ.

ફિરોઝ નડિયાદવાલાએ કહૃાુ, ફિલ્મની ફ્રેન્ચાઇઝીને આગળ લઇ જવાનું ઘણું પ્રેશર છે. અને પ્રેશરથી વધુ તેમાં જવાબદારીની વાત છે. કારણકે ઓડિયન્સને સારી પ્રોડક્ટ આપવાનું છે. ભગવાને અમને એટલી સરસ ફ્રેન્ચાઇઝી આપી છે તો અમે સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાઇલોગ બધુ જ શ્રેષ્ઠ રાખવા ઇચ્છીએ છીએ અમે કંઇ જ બાંધછોડ કરવાં માંગતા નથી.

Read About Weather here

હેરાફેરી પ્રિયદર્શને ડિરેક્ટ કરી હતી જ્યારે બીજો પાર્ટ દિવંગત ડિરેક્ટર નીરજ વોરાએ ડિરેક્ટ કરી હતી. હવે ત્રીજો પાર્ટ કોણ ડિરેક્ટ કરશે તે જોવાનું રહેશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસાઉથ ફિલ્મ અભિનેત્રીની બોલીવૂડમાં સતત બીજી ફિલ્મ…!
Next article‘હું સરકારી અધિકારીની છોકરી છું’ એમ કહી એરપોર્ટ પર જવાનને લાફો ઝીંક્યો!!!