ફિલ્મ ‘શહજાદા’ ફ્લોપ : ભવિષ્યમાં ક્યારેય કોઈ ‘રિમેક’ ફિલ્મ નહીં કરે કાર્તિક આર્યન

ફિલ્મ 'શહજાદા' ફ્લોપ : ભવિષ્યમાં ક્યારેય કોઈ 'રિમેક' ફિલ્મ નહીં કરે કાર્તિક આર્યન
ફિલ્મ 'શહજાદા' ફ્લોપ : ભવિષ્યમાં ક્યારેય કોઈ 'રિમેક' ફિલ્મ નહીં કરે કાર્તિક આર્યન
કાર્તિકે તેના શૂટિંગ બ્રેક દરમિયાન એક વાતચિતમાં  ‘સત્યપ્રેમ કી કથા’ની સફળતાની સાથે ફિલ્મ ‘શહજાદા’ ફ્લોપ ગઈ એ વિશે પણ વાત કરી હતી.  હાલ તે કબીર ખાન સાથે એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે જેનું નામ છે ચંદુ ચેમ્પિયન. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

 કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહજાદા’ તેના બજેટથી અડધી પણ કમાણી કરી શકી નથી. જણાવી દઈએ કે આ અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘આલા વૈકુંઠપુરમલો’ની હિન્દી રીમેક હતી.  કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહેજાદા’નું બજેટ 65 કરોડ રૂપિયા હતું પરંતુ બોક્સ ઓફિસ પર માત્ર 32 કરોડ 20 લાખ રૂપિયાની જ કમાણી કરી હતી. આ ફિલ્મ મેકર્સ અને કાર્તિક આર્યન માટે ખોટનો સોદો સાબિત થઈ હતી. એવામાં હવે કાર્તિક આર્યને તેની ફ્લોપ ફિલ્મ વિશે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તે ભવિષ્યમાં ક્યારેય કોઈ ‘રિમેક’ ફિલ્મ નહીં કરે. કાર્તિકે વધુમાં કહ્યું કે હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રીમેકનો ટ્રેન્ડ સામાન્ય થઈ ગયો છે.  રિમેકના કિસ્સામાં તમે પહેલાથી જ સ્ક્રિપ્ટ તૈયાર કરી લો. કાર્તિકે આગળ કહ્યું કે તે એવું કંઈ નહીં કરે જે કોઈ બીજા કરી ચૂક્યું હોય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘શહજાદા’ બનાવવામાં લગભગ 85 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

Read About Weather here

તેમાંથી 65 કરોડ શૂટિંગમાં અને બાકીના પ્રમોશન વગેરેમાં ખર્ચવામાં આવ્યા હતા. મને લાગે છે કે મને સૌથી મોટી શીખ એ મળી કે હું ભવિષ્યમાં રિમેક ફિલ્મ નહીં કરું. હું હવેથી કોઈ રિમેક ફિલ્મ કરવાનો નથી. આ પહેલીવાર હતું જ્યારે મેં રિમેકમાં કામ કર્યું હતું. હું પહેલી વાર બધું જ અનુભવી રહ્યો હતો. શૂટિંગ વખતે મને આ વાતનો ખ્યાલ નહોતો પણ પાછળથી સમજાયું કે લોકો આ બધું જોઈ ચૂક્યા છે. તેમના પૈસા ખર્ચ્યા પછી, થિયેટરમાં જઈને ફરીથી તે જ વસ્તુ નથી જોવા માંગતા.;’શહજાદા’ ફિલ્મના ફ્લોપ જવા પર મને મોટી શીખ મળી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here