મનોરંજનની સાથે સાથે મુદ્દાવાળી ફિલ્મોમાં કામ કરનાર આયુષ્યમાન ખુરાનાની નવી ફિલ્મ ‘ડ્રિમગર્લ-2’નું હાલમાં જ ટ્રેલર લોંચ થયુ છે.જેમાં ખુરાના પૂજા નામની છોકરીનું પાત્ર ભજવી રહ્યો છે.આ ફિલ્મમાં તેની સામે અનન્યા પાંડે ચમકે છે.
Visit Saurashtra Kranti Homepage here
ફિલ્મને લઈને આયુષ્યમાને ઘણી વાતો કરી હતી. તેણે જણાવ્યુ હતું કે પૂજા બનવા માટે તેણે કઠોર મહેનત કરવી પડી હતી.પૂજાના પાત્ર માટે તેણે કયાંથી પ્રેરણા લીધી તેવા સવાલનાં જવાબમાં આયુષ્યમાનનું કહેવુ હતું કે આ ભૂમિકા માટે મેં કમલહાસન, ગોવિંદા અને કિશોરકુમાર પાસેથી પ્રેરણા લીધી હતી. આ ભૂમિકા માટે ‘ચાચી-420’ના કમલ હાસન સર, ‘આન્ટી નં.1’ના ગોવિંદાજી અને કિશોરદા પાસેથી પ્રેરણા લીધા વગર ન રહી શકાય. સમાજમાં મર્દાનગીને લઈને પરંપરાગત વિચારધારાને લઈને તેનું કહેવુ હતુંમેં મારા પાત્રના માધ્યમથી મર્દાનગીને પડકાર ફેંકયો છે.હું સમજુ છું કે મારી આ ફિલ્મ આ ચર્ચાને બીજા લેવલ સુધી લઈ જશે. આ તકે ઉપસ્થિત અનન્યા પાંડેને જયારે આયુષ્યમાન ખુરાના વચ્ચે 14 વર્ષના એજ ગેપ (વય અંતર)ના બારામાં પૂછયું તો અનન્યાનુ કહેવુ હતું કે આ કોઈ નવી વાત નથી. આ અંતર રૂપેરી પરદે હંમેશા રહ્યું છે.બસ આ અંતર પરદા પર ન દેખાવવુ જોઈએ.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here