ફિલ્મ એનિમલમાંથી રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લુક આઉટ

ફિલ્મ એનિમલમાંથી રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લુક આઉટ
ફિલ્મ એનિમલમાંથી રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લુક આઉટ
બોલીવૂડની એક પછી એક ધમાકેદાર ફિલ્મો રિલીઝ થઇ રહી છે અને દર્શકોના દિલ જીતવામાં સફળ થઇ રહી છે. ગદર-2, જવાન, પઠાણ,ડ્રીમ ગર્લ 2, ઘુમ્મર આ બધી ફિલ્મો દર્શકોના દિવ જીતવામાં સફળ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે હવે ચોકલેટ બોય તરીકે જાણીતા રણબીર કપૂરની ફિલ્મ એનિમલને લઈને પણ એક અપડેટ સામે આવ્યુ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ડેશિંગ અવતારમાં જોવા મળશે. ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ‘એનિમલ’ને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ છે.તાજેતરમાં જ નિર્માતાઓએ અનિલ કપૂરનો લૂક પણ જાહેર કર્યો હતો. હવે સાઉથની એકટ્રેસ અને નેશનલ ક્રશ ગણાતી  રશ્મિકા મંદાના પણ આ ફિલ્મનો હિસ્સો છે જે જાણીને આ ફિલ્મને લઇને દર્શકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રશ્મિકા મંદન્ના એક્ટર રણબીર કપૂર સાથે પહાડોમાં શૂટિંગ કરતી જોવા મળી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ જાણ થઇ કે, રણબીર અને રશ્મિકા એક ફિલ્મમાં કામ કરી રહ્યાં છે,જેનું નામ છે ‘એનિમલ’. હવે આ ફિલ્મનો રશ્મિકા મંદન્નાનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.

Read Saurashtra Kranti E-Paper here

શનિવારે, રશ્મિકા મંદાનાએ ટ્વિટર પર ફિલ્મ ‘એનિમલ’માં પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. રશ્મિકાએ આ ટ્વીટ પોસ્ટ કરતાં લખ્યું કે, – મળો ગીતાંજલિને.. આ રીતે, સાઉથની અભિનેત્રીએ એનિમલમાં તેના પાત્રનું નામ શું હશે તેની માહિતી પણ આપી છે.ફિલ્મના પોસ્ટરમાં એકટ્રેસ ખૂબજ સુંદર લાગી રહી છે, હાલમાં જ ફિલ્મના ટીઝર ડેટની સાથે રણબીર કપુરનો પણ લુક સામે આવ્યો હતો. તાજેતરમાં જ નિર્માતાઓએ અનિલ કપૂરનો લૂક પણ જાહેર કર્યો છે. હવે રશ્મિકા મંદાનાનો લૂક પણ સામે આવ્યો છે અને મેકર્સે એ પણ જણાવ્યું છે કે તે કયા પાત્રમાં જોવા મળશે.શ્મિકા મંદન્ના પહેલીવાર રણબીર કપૂર સાથે મોટા પડદા પર જોવા જઈ રહી છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર રશ્મિકાનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તે હિલ્સમાં શૂટિંગ કરતી જોવા મળી હતી. ત્યારે ખબર પડી કે રણબીર અને રશ્મિકા એક જ ફિલ્મમાં જોવાના છે. હવે આ પોસ્ટરમાં રશ્મિકાનું પાત્ર પણ સામે આવ્યું છે. ખુદ રશ્મિકાએ ફિલ્મનો પોતાનો લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ દિવસે ટીઝર રિલીઝ થશે:

ફિલ્મમાંથી પહેલા રણબીર કપૂર અને પછી અનિલ કપૂરનો લુક સામે આવ્યો હતો. આ ફિલ્મનું ટીઝર પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મનું ટીઝર 28 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે રિલીઝ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here