‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ દ્વારા રાજકોટને મળી, ભવ્યાતિભવ્ય ‘લેમન-ટ્રી હોટેલની ભેટ!

‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ દ્વારા રાજકોટને મળી, ભવ્યાતિભવ્ય ‘લેમન-ટ્રી હોટેલની ભેટ!
‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ દ્વારા રાજકોટને મળી, ભવ્યાતિભવ્ય ‘લેમન-ટ્રી હોટેલની ભેટ!
રંગીલા રાજકોટમાં એક નવું નજરાણું ઉમેરાવા જઇ રહ્યું છે. રાજકોટવાસીઓની સુખ સુવિધામાં વધારો કરવા માટે ગુજરાતના જાણીતા બિઝનેશ હાઉસ નીલ્સ સંજયરાજ ગ્રુપ’ દ્વારા અદ્યતન સુવિધાઓ યુકત “લેમન-ટ્રી હોટેલનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આપણાં દેશના અનેક શહેરોમાં પથરાયેલી લેમન ટ્રી હોટેલ ચૈઇન પોતાના ગ્રાહકોને આરામદાયક અને લક્ઝરી હોસ્પિટાલિટી સુવિધા આપવામાં ખૂબ જ જાણીતી છે. ગુજરાતમાં અમદાવાદ બાદ ‘લેમન-ટ્રી હોટેલનું આગમન ‘નીલ્સ સંજયરાજ ગ્રુપ’ના સાહસ થકી રાજકોટમાં થઇ રહ્યું છે.‘નીલ્સ સંજયરાજ ગ્રુપ તરફથી સ્વરાજ ઈન્દ્રનીલભાઇ રાજયગુરૂએ જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ, શિક્ષણ અને રેસ્ટોરન્ટ જેવા ક્ષેત્રો બાદ હવે નીલ્સ સંજયરાજ ગ્રુપ’ રાજકોટના ખૂબ જ જાણીતા રેસકોર્સ વિસ્તારમાં પ્રથમ વખત આધુનિક સુવિઘાઓ ધરાવતી છ માળની લકઝરી હોટેલનું નિર્માણ કરીને પોતાના હોસ્પિટાલિટી’ ક્ષેત્રના પોર્ટફોલિયોમાં વધુ એક સિદ્ધિ ઉમેરી રહ્યું છે. આ શાનદાર હોટેલની મુલાકાત લેનાર પ્રવાસીઓ અને રાજકોટના સ્થાનિક લોકો માટે અનેક પ્રકારની સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. રેસકોર્સ ના આંગણામાં આવેલી આ ’લેમન-ટ્રી હોટેલની ખાસિયતોની વાત કરીએ તો 7 માળની આ વિશાળ હોટેલમાં 45 જેટલા રૂમ છે, આ ઉપરાંત સ્વિમીંગપુલ, જીમ, સોના, બેકરી, રેસ્ટોરન્ટ અને બે કેફેની સુવિધા છે, તેમજ હોટલમાં કોઇ શુભ પ્રસંગ કે કોર્પોરેટ મિટિંગના આયોજન માટે બેન્કવેટ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

Read About Weather here

‘લેમન ટ્રી’ હોટલ હંમેશાથી પોતાના મહેમાનોની આગતા-સ્વાગતા માટે સમગ્ર ભારતમાં જાણીતી છે ત્યારે હવે રાજકોટમાં આ હોટલનો શુભારંભ રાજકોટવાસીઓ માટે આનંદની ક્ષણ છે.લેમન-ટ્રી હોટેલ લિમિટેડ દ્વારા અલગ અલગ 57 સ્થળોએ ફૂલ 91 જેટલી હોટેલ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. પોતાની હોટેલના 8550 જેટલા રૂમ સાથે લેમન ટ્રી હોટેલ લિમિટેડ ભારતની સૌથી મોટી અને અગ્રગણ્ય હોટેલ ચેઇન તરીકે ખ્યાતનામ બન્યું છે. અનેક સિધ્ધિઓ બાદ હવે ‘લેમન-ટ્રી હોટેલ લિમિટેડ’ ગુજરાતનાં અત્યંત જાણીતા બિઝનેસ હાઉસ નીલ્સ સંજયરાજ ગ્રુપ’ સાથે મળીને રાજકોટમાં પોતાની હોટેલ્સના એક નવા મણકાની શરૂઆત કરી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here