નવસારીની એવોર્ડ વિનર નેઇલ આર્ટિસ્ટ ખુશ્બુબેન ગોડેંચાએ ઝીરો નંબરના નેઇલ્સ ઉપર ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ કંડારી છે. પોતાની કળા દ્વારા તેણીએ ISROના વૈજ્ઞાનિકોની મહેનતને બિરદાવવાનો પ્રયાસ કર્યો છે, આ કૃતિ બનાવતા 2 કલાકનો સમય લાગ્યો હતોતાજેતરમાં ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા અનેક કલાકારોએ પોતાની કળા દ્વારા આ ઐતહાસિક ક્ષણને બિરદાવવાનો પ્રયાસ કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે નેલ આર્ટિસ્ટ ખુશ્બુબેન ગોંડેચા દ્વારા પણ ચંદ્રયાન-3ની સિદ્ધિને બિરદાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.નવસારીમાં નેલ આર્ટિસ્ટ ખુશ્બુબેન ગોંડેચા છેલ્લા 6 વર્ષથી નવસારીમાં નેલ આર્ટનો સ્ટુડિયો ચલાવે છે. તેમના રુદ્રાણી નેલ્સ સ્ટુડિયો ખાતે નેઇલ આર્ટ માટે દૂર દૂરથી મહિલાઓ આવે છે. તેમણે ઝીરો નંબરના નેલ્સ ઉપર ચંદ્રયાન-3ની ઐતહાસિક ક્ષણને કંડારી છેખુશ્બુએ વૈશ્વિક સ્તરના નેલ આર્ટિસ્ટ પાસે ઓનલાઇન ટ્રેનિંગ લીધી હતી. હાલ તેઓ આ કળામાં માસ્ટરી ધરાવે છે. તેઓ વિવિધ તહેવારોની થીમ ઉપર નેઇલ આર્ટ બનાવે છે. સુરત ખાતે યોજાયેલી નેલ આર્ટ સ્પર્ધામાં તેમને 2 વખત એવોર્ડ પણ મળી ચૂક્યા છે.આ નેઇલ આર્ટ બનાવવા તેમને 2 કલાક જેટલો સમય લાગ્યો છે. જેલી પોલિશ કલર દ્વારા આ નેલ આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે, હાલ લોકો આ નેઇલ આર્ટના ફોટોને સોશિયલ મીડિયામાં ખૂબ પ્રેમ આપી રહ્યા છે.
Read About Weather here
ખુશ્બુબહેને વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારે આ ઐતહાસિક ક્ષણ નજીક હતી અને સમગ્ર ભારતવાસીઓ આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તેમને ટેલેન્ટ થકી ISROની ટીમ તેમજ ટીમના તમામ વૈજ્ઞાનિકો અભિનંદન આપવાનો વિચાર આવ્યો હતો. તમામ વૈજ્ઞાનિકોને બિરદાવવા તેઓએ ચંદ્રયાન-3ની ઝીણવટભરી આકૃતિ નેઇલ્સ પર બનાવી છે.મહિલાઓમાં આજકાલ નેઇલ આર્ટનો ક્રેઝ વધ્યો છે. નેઇલ આર્ટ નખ ઉપર કરાતી મનમોહક કળાકૃતિ છે. નખને આકર્ષક બનાવવા માટે મહિલાઓ નેઇલ એક્ટેન્શન અને નેઇલ પેઇન્ટ કરાવતી હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here