અજય દેવગણ અભિનીત દ્રશ્યમ-2 ટૂંક સમયમાં જ ભારતીય બોક્સ ઓફિસ પર 200 કરોડની ક્લબમાં પ્રવેશવાની તૈયારીમાં છે. આ ફિલ્મે હવે 160 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે જ આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ સિક્વલ ફિલ્મોની યાદીમાં ટોપ-10માં સામેલ થઇ ગઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ લિસ્ટમાં સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ નંબર વન પર છે. દ્રશ્યમ-2 એ 2015ની દ્રશ્યમની સિક્વલ છે.બીજા અઠવાડિયામાં પણ આ ફિલ્મ જબરદસ્ત કલેક્શન કરી રહી છે. રજાઓનાં દિવસોમાં પણ ફિલ્મની કમાણીની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. આ ફિલ્મે અત્યાર સુધીમાં 159 કરોડની કમાણી કરી છે.
Read About Weather here
વર્ષ 2022માં વર્લ્ડવાઇડ કલેક્શનનાં મામલે બ્રહ્માસ્ત્ર 431 કરોડ સાથે પહેલા નંબર પર છે, જ્યારે કાશ્મીર ફાઇલ્સ 341 કરોડ સાથે બીજા નંબર પર છે. ભૂલ ભુલૈયા 2 (266 કરોડ) ત્રીજા નંબર પર છે. હવે કુલ 227 કરોડના વર્લ્ડવાઇડ કલેક્શન સાથે દ્રશ્યમ-2 એ ગંગુબાઇ કાઠિયાવાડી (211 કરોડ)ને પાછળ છોડી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here