તારક મહેતાના ટપુડાની TV પર થશે રિએન્ટ્રી ? જી હા તે દેખાઇ શકે છે અનિલ કપૂરના આ શોમાં…

તારક મહેતાના ટપુડાની TV પર થશે રિએન્ટ્રી ? જી હા તે દેખાઇ શકે છે અનિલ કપૂરના આ શોમાં...
તારક મહેતાના ટપુડાની TV પર થશે રિએન્ટ્રી ? જી હા તે દેખાઇ શકે છે અનિલ કપૂરના આ શોમાં...

ભવ્ય ગાંધીનો સંપર્ક ‘બિગ બોસ ઓટીટી 3’ના નિર્માતાઓએ કર્યો છે, જેને અનિલ કપૂર હોસ્ટ કરશે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ‘ટપ્પુ’ ‘બિગ બોસ ઓટીટી સીઝન 3’માં જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ‘બિગ બોસ OTT 3’ના નિર્માતા એ ભવ્ય ગાંધીનો સંપર્ક કર્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી અનિલ કપૂર બિગ બોસ ઓટીટી 3 બિગ બોસ ઓટીટી 3 પર રિએન્ટ્રી કરશે.

ભવ્ય ગાંધી પહેલીવાર સૌથી વધુ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુના રોલમાં જોવા મળ્યા હતા. પરંતુ પછી થોડા વર્ષો પછી તેણે શોને અલવિદા કહી દીધું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છેલ્લા 15 વર્ષથી દેશમાં લોકપ્રિય શો બની રહી છે. . 9 વર્ષ સુધી આ શોમાં કામ કર્યા બાદ ભવ્યે શો છોડવાનો નિર્ણય લીધો હતો. જોકે, હવે ‘ટપ્પુ’ ટીવી પર કમબેક કરવા જઈ રહ્યો છે.

શું ટીવી પર ‘તારક મહેતા’ના ટપ્પુનું કમબેક થશે ?

રિપોર્ટ્સ મુજબ ભવ્ય ‘બિગ બોસ ઓટીટી સિઝન 3’માં જોવા મળી શકે છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે ‘બિગ બોસ ઓટીટી 3’ના નિર્માતાઓએ ભવ્ય ગાંધીનો સંપર્ક કર્યો છે, જેને અનિલ કપૂર હોસ્ટ કરશે. જો કે, ‘ટપ્પુ’ રિયાલિટી શોમાં ભાગ લેશે કે નહીં તે હજુ સુધી કન્ફર્મ કરવામાં આવ્યું નથી. ભવ્ય ગાંધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુની ભૂમિકા ભજવતા હતા પરંતુ તેમણે 2017માં શો છોડી દીધો હતો. તેની જગ્યાએ રાજ અનડકટને લેવામાં આવ્યો હતો, જેણે તાજેતરમાં જ શો છોડી દીધો હતો.

‘બિગ બોસ OTT 3’ શોમાં જોવા મળી શકે છે..

ભવ્ય ગાંધી ઉપરાંત તનુશ્રી દત્તા, મિથુન ચક્રવર્તીના પુત્ર ઉષ્માયા ચક્રવર્તી, હેમા માલિનીની પુત્રી આહાના દેઓલ અને સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તનો પણ ‘બિગ બોસ OTT 3’ માટે સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જો કે, હજુ સુધી કોઈના જવાને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.