નવા રૂપરંગ સાથે ઉપરકોટ કિલ્લાને ૨૯ સપ્ટેમ્બરે લોકો માટે ખુલ્લો મુકવામાં આવેલ અને ચાર દિવસ પ્રજાજનોને નિઃશુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે રવિવારે રજાના દિવસે સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉપરકોટ કિલ્લો નિહાળવા માટે ઉમટી પડતા અફડા તફડી.
Visit Saurashtra Kranti Homepage here
અને દુર્ઘટના સર્જાય તેવી ભીતિના કારણે બપોર બાદથી દોઢ દિવસ એટલે કે આજ સુધી ઉપરકોટનો કિલ્લો લોકો માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પરિસ્થિતિને થાળે પાડવા એસપી જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાને ઉપરકોટ કિલ્લા ખાતે દોડી જવુ પડ્યું હતું અને શહેરની તમામ બ્રાંચ, પોલીસ જવાનો અને અધિકારીઓને ઉપરકોટ ખાતે બોલાવી ભીડને કાબુમાં લેવા એડીચોટીનું જોર લગાવીને દુર્ઘટનાને ટાળી હતી. પોલીસે કોઈ દુર્ઘટના ન બને તે માટે પોતાની જાતને પરસેવે નવડાવી દીધી હતી. અને લોકોને સલામત રીતે રવાના કર્યા હતા. જો એસપી હર્ષદ મહેતા સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો સમયસર દોડી ગયા ન હોત તો કંઈ પણ થઈ શક્યું હોત.
Visit Saurashtra Kranti Homepage here
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસે ૭૨૦૦, બીજા દિવસે ૧૮,૦૦૦ લોકોએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી. જયારે રવિવારે બપોર સુધીમાં ૨૦,૦૦૦ થી વધુ લોકો ઉપરકોટ કિલ્લો નિહાળવા માટે ઉમટી પડ્યા હતા આમ અઢી દિવસમાં એટલે કે ૬૦ કલાક દરમિયાન કુલ ૪૫,૨૦૦ લોકોએ ઉપરકોટ કિલ્લો નિહાળ્યો હતો. આ પ્રમાણે દર એક કલાકે ૭૫૪ લોકોએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here