જસદણવાસીઓને મળશે ‘અર્બન ફોરેસ્ટ’:એક હેકટરમાં 51 જાતના 2000 વૃક્ષો વવાશે

જસદણવાસીઓને મળશે ‘અર્બન ફોરેસ્ટ’:એક હેકટરમાં 51 જાતના 2000 વૃક્ષો વવાશે
જસદણવાસીઓને મળશે ‘અર્બન ફોરેસ્ટ’:એક હેકટરમાં 51 જાતના 2000 વૃક્ષો વવાશે
જસદણ ખાતે સામાજિક વનીકરણ રેન્જ જસદણ – વિંછીયા દ્વારા “હરિત વન વસુંધરા” પ્રોજેકટ અંતર્ગત ‘અર્બન ફોરેસ્ટનું ખાતમુહૂર્ત સાથે ‘74’ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ-2023  જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે “મારી માટી, મારા દેશ” અભિયાનમાં ગામના તળાવો પાસે મોટી માત્રામાં વૃક્ષોનું વાવેતર કરાયું છે. પર્યાવરણની જાળવણી માટે તેનું જતન- ઉછેર કરવી તે આપણી સામાજિક ફરજ છે.  ઓક્સિજન કેટલો મહત્વનોછે, તેની આપણને કોરોના કાળમાં ખબર પડી હતી.મંત્રીએ વધુમાં કહ્યું હતું કે,જસદણથી ચીતલીયા રોડ,અક્ષર મંદિરની બાજુમાં જસદણ ખાતે એક હેક્ટર વાવેતર વિસ્તારમાં આકાર પામનાર આ અર્બન ફોરેસ્ટ માં 2000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે. ખારી નદીના કાંઠે આવેલ આ અર્બન ફોરેસ્ટમાં વન કવચ મિયાવાકી પદ્ધતિથી 51 જાતના 501 રોપા 25 બાય 25 મીટર એરિયામાં મંત્રી મહાનુભાવો અને વિદ્યાર્થીઓના હસ્તે વાવવામાં આવ્યા હતા.  અર્બન ફોરેસ્ટમાં વચ્ચેના એરિયામાં વન કુટીર તથા શરૂઆતના એરિયામાં ચિલ્ડ્રન પ્લે એરિયા તરીકે વિકસાવવામાં આવશે.

Read About Weather here

તેમજ જસદણ ચિતલીયા રોડ ખાતે વોકિંગ એરીયા ડેવલપ કરાશે.આ તકે રેન્જ ફોરેસ્ટ ઓફિસરથી એસ. આર. રાઠવાએ સ્વાગત અનેભાવેશ વેકરિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આસ્થા વિદ્યાલયની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. મંત્રી ના હસ્તે વૃક્ષોની જાળવણી અને સુશોભિત કરનારાઓનું સન્માન કરાયું હતું.આ પ્રસંગે અગ્રણી પરેશ રાદડીયા,તાલુકા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here