શાહરૂખ ખાન થિયેટરોની સાથે સાથે બોક્સ ઓફિસ પર પણ રાજ કરી રહ્યો છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘ જવાન ‘ જૂના રેકોર્ડ તોડી રહી છે અને નવા રેકોર્ડ બનાવી રહી છે. આ માસ એક્શન ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ હતી અને સમગ્ર ભારતમાં પ્રથમ દિવસે 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ફિલ્મ ‘ જવાન ‘ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છેપ્રારંભિક અંદાજ મુજબ, ફિલ્મે હવે તે રેકોર્ડ પણ તોડી નાખ્યો છે, કારણ કે તેણે રવિવારે 81 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ તે એક દિવસમાં સૌથી વધુ કલેક્શન ધરાવતી ફિલ્મ બની ગઈ છે. એક તરફ આ ફિલ્મે ભારતમાં 250 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બીજી તરફ ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન પણ સામે આવ્યું છે.
ફિલ્મે ચાર દિવસમાં વર્લ્ડવાઈડ 500 કરોડ રૂપિયાની કમાણી કરી
જવાન ફિલ્મે ચાર દિવસમાં વર્લ્ડવાઈડ 500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે આ ફિલ્મના નામે એક રેકોર્ડ નોંધાઈ ગયો છે. જવાન આટલા ઓછા સમયમાં 500 કરોડના ક્લબમાં સામેલ થનારી પહેલી ફિલ્મ બની છે. જવાનના નામે માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ દુનિયાભરમાં ઘણા રેકોર્ડ્સ બન્યા છે. ફિલ્મ રિલીઝ થયા બાદથી દેશભરમાં ઉજવણીનો માહોલ છે. લોકોમાં આ ફિલ્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવું રહ્યું ફિલ્મનું વિકેન્ડ કલેક્શન ‘જવાન’એ પ્રથમ દિવસે ભારતમાં 75 કરોડ રૂપિયા, બીજા દિવસે રૂ. 53.23 કરોડ (તમામ ભાષાઓ) અને ત્રીજા દિવસે રૂ. 77.83 કરોડ (તમામ ભાષાઓ)નું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની ‘જવાન’એ ચોથા દિવસે એટલે કે રવિવારે ઘરેલુ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 81 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જો કે આ આંકડા થોડા ઓછા વધુ થઈ શકે છે.
Read Saurashtra Kranti E-Paper here
જવાન બોક્સ ઓફિસ કલેક્શન પઠાણે તેની રિલીઝના બીજા દિવસે સમગ્ર ભારતમાં રૂ. 70.50 કરોડ (રૂ. 68 કરોડના હિન્દી કલેક્શન સાથે) કમાવ્યા હતા, જે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રજા હતી . જવાન રવિવારે તેના ચોથા દિવસે આ આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે . ‘ પઠાણ’ની ઐતિહાસિક સફળતા બાદ જવાન આ વર્ષની શાહરૂખ ખાનની બીજી ફીચર ફિલ્મ છે. જવાનના કલાકારોની વાત કરીએ તો આ ફિલ્મમાં વિજય સેતુપતિ, નયનથારા, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, સુનીલ ગ્રોવર પણ છે. તેમાં દીપિકા પાદુકોણનો પણ ખાસ રોલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here