ગુજરાત રાજ્યના 7 યુવાઓએ 24 કલાકમાં અરવલ્લીના 9 શિખરો સર કરીને તિરંગો લહેરાવ્યો

ગુજરાત રાજ્યના 7 યુવાઓએ 24 કલાકમાં અરવલ્લીના 9 શિખરો સર કરીને તિરંગો લહેરાવ્યો
ગુજરાત રાજ્યના 7 યુવાઓએ 24 કલાકમાં અરવલ્લીના 9 શિખરો સર કરીને તિરંગો લહેરાવ્યોગુજરાત રાજ્યના 7 યુવાઓએ 24 કલાકમાં અરવલ્લીના 9 શિખરો સર કરીને તિરંગો લહેરાવ્યો
દેશભરમાં 15 મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ હતી ત્યારે ગુજરાતના સાત યુવા યુવતીઓએ સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. માત્ર 24 કલાકમાં અરવલ્લીના નવ પહાડો સર કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ 7 યુવા-યુવતીઓએ 15 ઓગસ્ટ 2023 ના દિવસે અરવલ્લી પર્વતમાળામાં થોડો પણ આરામ કર્યા વગર 9 પર્વત માત્ર 24 કલાકમાં સર કર્યા હતા. આ ટીમનુ લક્ષ્ય 24 કલાકમાં 7 પર્વતો પર ધ્વજ લહેરાવવાનુ હતુ પરંતુ ધારેલા સમય પહેલા 7 પર્વતો નુ લક્ષ પુરુ થઈ જતા આ ટીમ એ હજી પણ વધારે પહાડો પર ધ્વજ લહેરાવવા નુ વિચારી 9 પહાડો પર 20 કલાક અને 52 મીનીટ મા તિરંગો લહેરાવ્યો હતો.1.) વિજય મકવાણા – વડોદરા   2.) રવિન્દ્ર ભેસાણીયા – અમરેલી 3.) પ્રિન્સી પટેલ – ઊંઝા (ઐઠોર) 4.) ધનરાજ રાજ્યગુરુ – રાજકોટ 5.) દિક્ષિત પ્રજાપતિ – ઊંઝા 6.)  ક્રિષ્ના રાવલ – સુરત 7.) આયુષ પટેલ-પાટણ

14 ઓગસ્ટ રાત્રી ના 9 વાગે ગુજરાત ની આ ટીમ ઊંઝા થી તારંગા હીલ જવા માટે ભારતીય રાષ્ટ્ર ધ્વજ લઈને રવાના થઈ હતી. રાત્રી ના 12.05 વાગે એટલે કે 15 ઓગસ્ટ 2023 ની શરુઆત થી તારંગા હિલ થી ચડવાનુ શરુ કર્યુ હતુ. તારંગા પહાડીમાં કુલ 3 પહાડો ચડ્યા બાદ આ ટીમ ઇડર પહોચી હતી. ઇડરમાં 3 પર્વતો સર કર્યા બાદ આ ટીમ પોલો ફોરેસ્ટમાં પહોચી હતી. પોલો ફોરેસ્ટમાં 2 પર્વતો સર કર્યા બાદ અંબાજી પહોચી ને ત્યા આરાસુરી ગબ્બર નામના પર્વત પર ચડાઈ કરીને ટીમએ આ અભિયાનને અંજામ આપ્યુ હતુ. 15 ઓગસ્ટના 12 am થી 12 pm વાગ્યા સુધીમાં આ 9 શિખરો સર કર્યા હતા. ટીમના જણાવ્યા મુજબ રાત્રીના સમયમાં પર્વતોમા થોડી થોડી વારે નવી નવી મુશ્કેલી જણાઈ રહી હતી. જેમ કે શરીરમા પીડા થવી, વધારે પડતો થાક લાગવો , જંગલી

Read About Weather here

જનાવરો જેમ કે વાંદરાઓનો તેમજ સાપ જેવા જીવજંતુનો સામનો પણ કરવો પડ્યો હતો, બેક અપ વાહનમાં પંચર થઈ જવુ. જેના કારણે ધણો સમય એમજ જતો રહેતો. ટીમને પર્વતરોહણ કરવા પાછળ કુલ 422 કિલોમીટરની સફર કરી પડી હતી. જેમા ડ્રાઇવિંગ પણ આ લોકો પોતેજ કરતા હતા. ટીમ એમની સાથે ઉપકરણો લઈ ગયા હતા. જેમાથી એ લોકો જાણી શક્તા હતા કે કેટલુ ટ્રેક થાય છે, કેટલી ઊંચાઈ સુધી ચઢાણ થાય છે, કેટલી સફર થાય છે, કઈ વસ્તુ પાછળ કેટલો સમય થાય છે. આ કામ કરવા પાછળ આ યુવકોનો હેતુ ગુજરાતના લોકોમાં પર્વતારોહણને પ્રોત્સાહન આપવા તથા પ્લાસ્ટીકના બદલે ઇકો ફ્રેન્ડલી વસ્તુનો ઉપયોગ વધે એના માટે જાગૃતિ લાવવા માટેનો હતો. આ ટીમ એ બધા જ સમિટ ECCO સમિટ કરેલા હતા.

ટીમ એ કોઈ પણ એવી ચીજ વસ્તુનો ઉપયોગ કર્યો નથી કે જેથી પ્રક્રૃતીને નુકશાન પહોચે. આ ટીમ ઘણા વર્ષોથી પર્વતારોહણ સાથે જોડાયેલી છે. આ ટીમમાંથી ઘણા લોકો અલગ અલગ પર્વતો પર ચઢાઈ કરી ચૂકેલા છે જેવાકે, હિમાચલ પ્રદેશના ઘણા મોટા શિખરો પર આ લોકો અભિયાનમાં જઈ ચૂકેલા છે. જેમા માઉન્ટ જગતસુખ શિખર અભિયાન, માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર અભિયાન, માઉન્ટ યુનમ શિખર અભિયાન, ભ્રિગુ તળાવ ટ્રેકનો સમાવેશ પણ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here