
ગાંધીનગર શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સિવિલ કેમ્પસ તથા સરગાસણમાં તો રોગચાળો ફેલાયો હોય તે રીતે કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં કોર્પોરેશન દ્વારા સર્વેક્ષણની કામગીરી તો કરવામાં આવી જ રહી છે સાથે સાથે ફોગીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
તેવી સ્થિતિમાં હવે કોર્પોરેશન મચ્છરોના ઉપદ્રવને ડામવા માટે ડ્રોનની મદદ લેશે. તળાવો કે મોટો હોજ તથા જ્યાં પહોંચી શકાય તેમ નથી તેવા સ્થળે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરાશે.ગુજરાતમાં અમદાવાદ કોર્પોરેશન બાદ સૌથી વધુ ડેન્ગ્યુના કેસ ગાંધીનગરમાં છે જેને લઇને ગાંધીનગર કોર્પોરેશનને આરોગ્ય વિભાગ દ્વારા ઠપકો પણ આપવામાં આવ્યો છે એટલુ જ નહીં, રાજ્યના અધિકારીઓ દ્વારા પણ અહીં બેઠક કરીને એન્ટી લારવા કામગીરી કરવા માટે ટકોર કરવામાં આવી હતી. આવી સ્થિતિ વચ્ચે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા એક સપ્તાહથી ખાસ ડ્રાઇવ શરૃ કરવામાં આવી છે. જેમાં ધાર્મિક, શૈક્ષણિક, કોમર્શીયલ સંસ્થાઓથી લઇને ઘરે ઘરે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ સ્ટાફને ડેપ્યુટ કરવામાં આવી રહ્યો છે. ખાડા-ખાબોચીયામાં ઓઇલીંગ કરાઇ રહ્યું છે.
Read About Weather here
બાંધકામ સાઇટો સહિત મચ્છરો મળે તે જગ્યાએ નોટિસ-દંડનીય કાર્યવાહી કરાઇ રહી છે. ફોગીંગ મશીનો દ્વારા ધુમાડા કરાઇ રહ્યા છે. ત્યારે હવે ડ્રોનનો ઉપયોગ પણ મચ્છરોને ડામવા માટે કોર્પોરેશન કરશે. આવતીકાલે વાવોલના તળાવમાં મેયર હિતેષ મકવાણાની હાજરીમાં ડ્રોનથી દવાના છંટકાવની કામગીરીનું નિદર્શન કરવામાં આવશે અને ત્યાર બાદ તળવો, મોટા હોજ તથા જ્યાં પહોંચી શકાતું નથી તેવી જગ્યાએ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને મચ્છરોનું બ્રીડીંગ અટકાવવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here