ગદર 2 એ પહેલા દિવસે 40 કરોડની બમ્પર ઓપનિંગ : બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ગદર 2 એ OMG 2ને માત આપી

ગદર 2 એ પહેલા દિવસે 40 કરોડની બમ્પર ઓપનિંગ : બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ગદર 2 એ OMG 2ને માત આપી
ગદર 2 એ પહેલા દિવસે 40 કરોડની બમ્પર ઓપનિંગ : બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ગદર 2 એ OMG 2ને માત આપી
અક્ષય કુમારની ફિલ્મને રિવ્યુના સંદર્ભમાં દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે ત્યારે સની દેઓલની ફિલ્મને બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં લોકો તરફથી પ્રશંસા મળી રહી છે. 22 વર્ષ પછી જ્યારે સની દેઓલ  ફરી એકવાર મોટા પડદા પર તારા સિંહની ભૂમિકામાં દેખાયો અને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા, ત્યારે પ્રેક્ષકોએ પણ તેને ઘણો સપોર્ટ કર્યો.

Visit Saurashtra Kranti Homepage here

આ બંને ફિલ્મોએ પ્રથમ દિવસે કેટલી કમાણી કરી છે તેના આંકડા સામે આવ્યા છે, જે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરશે. રિવ્યુ વિશે વાત કરીએ તો વિવેચકો OMG 2 ને ગદર 2 કરતાં વધુ સારી સમીક્ષાઓ આપી છે અને દર્શકોએ બંને ફિલ્મોને પસંદ કરી છે. જોકે તે પહેલો દિવસ હતો. પરંતુ તે જોવાનું રસપ્રદ રહેશે કે સપ્તાહના અંતે કોણ કોનાથી આગળ રહે છે. એક અહેવાલ મુજબ સની દેઓલ  અને અમીષા પટેલની ગદર 2 એ પહેલા દિવસે 40 કરોડની બમ્પર ઓપનિંગ કરી છે તો તેની સામે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની OMGએ માત્ર 9.50 કરોડની કમાણી કરી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ગદર 2 એ OMG 2ને માત આપી દીધી છે.  આ કલેક્શન સાથે ગદર 2 વર્ષ 2023ની બીજી સૌથી મોટી ઓપનિંગ બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. પઠાણ 57 કરોડ સાથે નંબર વન પર છે. હાલ મોટા સ્ટાર્સની ઘણી ફિલ્મો એક સાથે રિલીઝ થઈ છે જેમાં સુપરસ્ટાર રજનીકાંતની જેલર, ચિરંજીવીની ભોલા શંકર, સની દેઓલની અમીષા પટેલની ગદર 2 અને અક્ષય કુમારની OMG 2નો સમાવેશ થાય છે. એવામાં ગદર 2 અને OMG 2 વચ્ચે શરૂઆતથી જ લડાઈ ચાલી રહી હતી અને ગઇકાલે બંને ફિલ્મ એક સાથે રિલીઝ થયા બાદ તેના બોક્સઓફિસ પર કમાણીના આંકડા સામે આવ્યા છે.

Read About Weather here  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here