ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા

ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા
ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા
ખાંભા તાલુકાનાગીરનાં ચતુરી ગામમાં એક શિયાળને બચાવવા માટે અજગર અને બીજા શિયાળ વચ્ચે જીવન મરણ વચ્ચે જંગ ખેલાયો હતો. આફ્રિકાના જંગલોમાં ભાગ્યે જ જોવા મળતી આ ઘટના ગીરના ચતુરી ગામમાં બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવમાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ખાંભા તાલુકાનાં ગીરના વિસ્તારમાં આવેલ ચતુરી ગામની સીમમાં બે શિયાળ પસાર થતાં હોય ત્યારે એક વિશાળકાય એક અજગર અને બે શિયાળ વચ્ચે લડાઈ શરૂ થતાં બે શિયાળ પૈકી એક શિયાળનો શિકાર કરવા માટે ભરડો લીધો હતો. ત્યારે બીજા શિયાળે આ મહાકાય અજગર સાથે શિયાળને છોડાવવા માટે જીવન મરણ વચ્ચેનો જંગ ખેલ્યો હતો. જેમાં એક શિયાળનું મોત નિપજયું હતું.

Read About Weather here

જંગલમાં ભાગ્યે જ જોવા મળતી આ ઘટના ખાંભા ગીરના ચતુરી રેવન્યુમાં જોવા મળી હતી. જેમાં અજગરે એક શિયાળનો શિકાર કર્યો હોય અને મહાકાય અજગરથી છોડાવવા અન્ય શિયાળે જંગ ખેલ્યો હોય. આ શિયાળની દિલધડક લડાઈનો વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ દ્વારા અજગરનું રેસ્કયુ કરી અને અજગરને જંગલમાં સુરક્ષિત રીતે મુકત કર્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here