કાલથી સાતમ-આઠમના તહેવારોની શ્રૃંખલાનો આરંભ : સૌરાષ્ટ્રવાસીઓ ફેસ્ટીવલ મૂડમાં

મેળાએ કરાવ્યા લીલા લહેર : છેલ્લા દિવસે અકલ્પનિય ભીડથી એન્ટ્રી બંધ
મેળાએ કરાવ્યા લીલા લહેર : છેલ્લા દિવસે અકલ્પનિય ભીડથી એન્ટ્રી બંધ
સૌરાષ્ટ્રવાસીઓ આગામી સોમવારથી સંપૂર્ણપણે ફેસ્ટીવલ મૂડમાં આવી જશે. કાલે બોળ ચોથ સાથે સાતમ-આઠમના તહેવારોની શ્રૃંખલાનો આરંભ થશે. આગામી સોમવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડ એક સપ્તાહ સુધી બંધ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે. ઠેર-ઠેર લોકમેળા પણ યોજાઇ છે. સતત ચાર-પાંચ દિવસ સુધી લોકો ધંધા-રોજગાર બંધ રાખી સંપૂર્ણપણે તહેવારોની મોજ માણતા હોય છે. આવતીકાલથી સાતમ-આઠમના તહેવારોની શ્રૃંખલાનો આરંભ થશે. કાલે બોળ ચોથ છે. આ દિવસે મહિલાઓ ગાય માતાનું પુજન કરી વ્રત કરતી હોય છે. સોમવારે નાગ પાંચમની ઉજવણી કરવામાં આવશે. મંગળવારે રાંધણ છઠ્ઠ છે. રાજકોટના પાંચ દિવસીય રંગરસ લોકમેળાનો આરંભ થશે. દરમિયાન બુધવારે શિતળા સાતમની ઉજવણી કરવામાં આવશે. ગુરૂવારના રોજ સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ઉજવણી કરાશે.

કૃષ્ણો જન્મોત્સવ ઉજવાશે. શુક્રવારે નંદ મહોત્સવ અને પારણા નવમીની ઉજવણી કરવામાં આવશે. કાલથી બોળચોથ સાથે સાતમ-આઠમના તહેવારોની શ્રૃંખલાનો આરંભ થશે.  બોળચોથને બહુલા ચોથ પણ કહેવાય છે. ગાયની પૂજા કરવા માટેનો તથા ગૌસેવા માટેનો ઉત્તમ દિવસ ગણાય. ગૌ સેવા એજ પ્રભુસેવા ગામમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે.આમ ગાયની સેવા કરવાથી બધા જ ભગવાનની પૂજા થઈ જાય છે.  મુજબ ગૌ સેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે. ભાગ્યોદય થાય છે. બોળચોથના દિવસે ગાયને નવી ઝુલ, ઘંટડી અને ગાયના શણગારથી શાગારી ગાયને ઘાસ નાંખવું. ગાયની પૂજા કરવી સાથે બીજા લોકોને પણ પુજા કરવાની પ્રેરણા આપવી. આ દિવસે ગાય અને વાછરડા નું પુજન કરવું બોળચોથના દિવસે ખાંડવું નહીં, દળવું નહીં, છરી – ચપ્પુનો ઉપયોગ ન કરવો. તે ઉપરાંત આ દિવસે ઘઉંનો પણ રસોઈમાં ઉપયોગ ન કરવો.

Read About Weather here

પહેલાના જમાનામાં એકપણ ઘર ગાય વગરનું નહતું અને બળદ વગરનું ખેતર ન હતું. જેની પાસે વધારે ગાયો હતો તે ધનવાન ગણાતા. સવારનો સમયે સૌ પ્રથમ ગૌસેવા થતી પુરાણોમાં જોઇએ તો ઋષી મુનીઓ પણ ગાયો રાખતા. ભગવાન શ્રીકૃષ્ણે પણ ગાયોની સેવા કરેલી હતી. ભાગ્યોદય અને પ્રગતી માટે દરરોજ અથવા દર સોમવારે પોતાની બંને હથેળીમાં ગોળચોળી ગામને હથેળી ચાટવા આપવાથી જીવનમાં રહેલી બધીજી અડચણો દૂર થાય છે અને ભાગ્યોદય થાય છે. ગાયોને – ઘાસ નાખવાથી પિતૃઓને મોક્ષગતિ મળે છે, ઘરમાં – સુખશાંતિમાં વધારો થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here