ઓહ ફાઈનલી ! આવી ગઈ સોનાક્ષી સિન્હાની લગ્ન તારીખ,ઝહીર ઇકબાલ સાથે સોનાક્ષી માંડશે પ્રભૂતાના પગલાં

ઓહ ફાઈનલી ! આવી ગઈ સોનાક્ષી સિન્હાની લગ્ન તારીખ,ઝહીર ઇકબાલ સાથે સોનાક્ષી માંડશે પ્રભૂતાના પગલાં
ઓહ ફાઈનલી ! આવી ગઈ સોનાક્ષી સિન્હાની લગ્ન તારીખ,ઝહીર ઇકબાલ સાથે સોનાક્ષી માંડશે પ્રભૂતાના પગલાં

સોનાક્ષી અને ઝહીર 23 જૂને તેમના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાશે.અહેવાલો અનુસાર,લગ્ન મુંબઈમાં થશે.

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેના લગ્નને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. હવે આ કપલની લગ્નની તારીખો જાહેર કરાઈ છે. તેમજ અહેવાલો મુજબ , આ દંપતી આ મહિને લગ્નના બંધનમાં બંધાઈ જશે. સોનાક્ષી સિન્હાના માતા-પિતા શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હા તેમની દીકરીના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

અહેવાલો મુજબ 23 જૂને મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાશે

એક જાણીતા મીડિયાના અહેવાલ મુજબ, સોનાક્ષી અને ઝહીર 23 જૂને તેમના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ દંપતીએ ડેસ્ટિનેશન મેરેજમાં જવાને બદલે મુંબઈમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. અહેવાલો અનુસાર, લગ્ન મુંબઈમાં થશે. જોકે, લગ્નમાં દંપતીના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવશે.પરંતુ લગ્ન પછી આ દંપતી એક રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે, જેમાં બોલિવૂડ સ્ટાર્સ હાજરી આપશે.

છેલ્લા 4-5 વર્ષથી ડેટ કરી રહ્યા છે એકબીજાને

સોનાક્ષી, ઝહીર અને તેમના પરિવારે હજુ સુધી આ અહેવાલનો જવાબ આપ્યો નથી. સોનાક્ષી અને ઝહીર છેલ્લા 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બંને ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે, પરંતુ તેઓએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધનો સ્વીકાર કર્યો નથી. બંનેએ હંમેશા માત્ર આટલું જ કહ્યું છે કે તેઓ માત્ર સારા મિત્રો છે.