બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનને જમીન પરનો બાકી ટેક્સ જમા ના કરાવવા બદલ નાશિકના મામલતદારે નોટિસ ફટકારી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નાશિકના સિન્નરના અડવાડી વિસ્તારમાં એક્ટ્રેસની જમીન છે અને છેલ્લા એક વર્ષથી ટેક્સ જમા કર્યો નથી.
Visit Saurashtra Kranti Homepage here
ઐશ્વર્યાની આ જમીનનો ટેક્સ 21,960 રૂપિયા છે. એશે આ ટેક્સ હજી સુધી ફર્યો નથી. આ જ કારણે 9 જાન્યુઆરીએ મામલતદારે નોટિસ ઇશ્યૂ કરી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અડવાડીના પર્વતીય વિસ્તારમાં ઐશ્વર્યા રાય બચ્ચનની એક હેક્ટર જમીન છે. 12 મહિનાથી ટેક્સ ભરવામાં આવ્યો નથી અને એક્ટ્રેસે આ અંગે કોઈ જવાબ પણ આપ્યો નથી. આ જ કારણે ત્યાંના મામલતદારે કડક વલણ અપનાવ્યું છે. ઐશ્વર્યા ઉપરાંત 1200 સંપત્તિના માલિકોને પણ ટેક્સ ના ભરવા અંગે નોટિસ ઇશ્યૂ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here